ક્ધસ્ટ્રકશન કંપનીના સુપરવાઈઝરના રૂમમાંથી 55 હજારની ચોરી
મુળ ભાવનગરના વતની અને હાલ સરદારનગર મેઈન રોડ પર એસ્ટ્રોન ચોક પાસે સાર્થક સ્કવેર બિલ્ડીંગમાં રૂા.101માં રહેતા અને તેજ બિલ્ડીંગમાં આવેલી સ્વરા બિલ્ડકોન ક્ધસ્ટ્રકશન કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતાં ભાવિક રાકેશભાઈ ડોબરીયા (ઉ.26)એ એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.27-5નાં રાત્રેં તેઓ ઓફિસમાં પોતાનું કામ પતાવી તેના રૂમે જઈ જમીને તેનું લેપટોપ બેગમાં રાખી બાદમાં રૂમને આગળીયો મારી અગાશી ઉપર સુવા માટે ગયો હતો.
બાદમાં 28નાં સવારે ઉઠીને રૂમ પર આવ્યો ત્યારે તેનો માલ સામન વેર વિખેર હાલતમાં પડયો હોય અને લેપટોપ બેગ ચેક કરતાં તેમાં રાખેલું રૂા.35 હજારનું લેપટોપ ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેથી તેણે તેના કોન્ટ્રાકટર ધ્રુવીતભાઈ સરધારાને ફોન કરી જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતાં અને બિલ્ડીંગમાં તપાસ કરતાં બીજા માળની લોબીમાં રાખેલા આર.આર.કેબલના રબ્બરના કોટીંગ ચડાવેલા કોપર વાયરના અલગ અલગ બોકસ નં.7 કિ.રૂા.19,500ની પણ ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આમ તસ્કરો સુપરવાઈઝરના રૂમમાંથી લેપટોપ અને લોબીમાં રાખેલા કોપર વાયર મળી કુલ રૂા.54,500ની ચોરી કરી ગયાનું જણાઈ આવતાં આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ યુ.કે. બાંભણીયાએ વધુ તપાસ હાથ ધરી છે.