રાજકોટના વેપારીની લોધિકાની ફેકટરીમાંથી રૂા.5.50 લાખ રોકડની ચોરી
રાજકોટના કુવાડવા રોડ પર શ્રીનાથ પાર્કમાં રહેતા અને લોધિકાના દેવડા ગામે ભાગીદારીમાં કામધેનુ પોલી પ્લાસ્ટના નામે પીવીસી પાઈપ અને ફીટીંગનું કારખાનુ ધરાવતા સુરેશભાઈ શિવજીભાઈ મારકણા (ઉ.વ.48)ના કારખાનામાં બીજા માળે આવેલ તેના ભાગીદાર પંકજભાઈની ઓફિસમાંથી ત્રણ અજાણ્યા તસ્કરો માત્ર 30 મીનીટની અંદર રૂૂા.5.50 લાખ રોકડ ભરેલી બેગ ચોરી ગયાની મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
સુરેશભાઈએ પોલીસને જણાવ્યું કે તે ઉપરાંત કારખાનામાં છ ભાગીદાર છે. ભાગીદારો સવારના નવ વાગ્યે આવી ગયા બાદ સાંજે 6-30 થી 7 વચ્ચે પરત જતાં હતાં. કંપની બે શીફટમાં 24 કલાક ચાલે છે. જેમાં આશરે 40 જેટલા શ્રમિકો કામ કરે છે. ગઈ તા.24ના તે ઘરે હતા ત્યારે તેની કંપનીના રસોયા સુરેશભાઈ સોલંકીએ કોલ કરી આપણા રસોડાના દરવાજાના લોક કોઇએ તોડેલા છે. તેમ કહેતા તેને તેના ભત્રીજા મહેશભાઈ કે જે છે ઓફિસના રેસ્ટરૂૂમમાં સુતા હતા તેને કોલ કરી જોવા જવાનું કહ્યું હતું.તેણે બહાર નીકળીને ત્યાં જોતા ઓફિસના દરવાજા પણ તુટેલા હોવાનું પહોવાનું દેખાતા તેણે પરત કોલ કરી જાણ કરી હતી. આથી તે અન્ય ભાગીદારોને કોલ કરી કંપનીએ પહોંચ્યા હતા.
જ્યાં કંપનીમાં રહેતા શ્રમિકોની ઓરડીએ લોકોને અવર-જવર કરવા રાખેલા નાના દરવાજોનો લોક, ત્યાંથી આગળ, રસોડાના દરવાજાનો લોક અને ઉપરના માળે ઓફિસમાં જવા માટેનો દરવાજો તુટેલો જોવા મળ્યો હતો. એટલું જ નહીં બીજા માળે આવેલી તેના ભાગીદાર પંકજભાઈની ઓફિસના કાચના દરવાજાનો લોક પણ તુટેલો જોવા મળતાં તેની ઓફિસમાં તપાસ કરતાં ટેબલના ખાનામાં રાખેલ બેગ કે જેમાં રૂૂા.5.50 લાખની રોકડ હતી તે જોવા મળી ન હતી.આથી તેમણે કંપનીના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તા. 23ના રાત્રે 1.15 થી 1.45 વાગ્યે દરમિયાન ત્રણ અજાણ્યા બુકાનીધારી તસ્કરો તાળા તોડી ઓફિસમાં ઘુસી રોકડ ભરેલી બેગ ચોરી ગયાનું દેખાતા ફરિયાદ નોંધાવી હતી.