સાવરકુંડલા એસ.બી.આઇ.ના એટીએમમાંથી રૂા.400ની ઉઠાંતરી
સાવરકુંડલા શહેરના દરબારગઢ ખાતે આવેલ એસબીઆઇનું એટીએમ ગત રાત્રે તૂટ્યું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે સીસીટીવીના આધારે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો. સાવરકુંડલા શહેરના મેઇન બજાર માં આવેલ દરબારગઢ જેમાં એસબીઆઇ બેન્ક આવેલી છે અને એટીએમ પણ આવેલું છે ગત રાત્રે 8:00 વાગે કોઈ એક શખ્સ દ્વારા આ એટીએમ ને તોડી અંદરથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. એસબીઆઇના બેન્ક મેનેજરની પોલીસ ફરિયાદ ને આધારે પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરામાં દેખાતો આ શખ્સ ને ઓળખ કરી મોડી રાત્રે જ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસ અધિકારીએ આપેલી વિગતો મુજબ આરોપી આનંદ સરૈયા નામના શખ્સે આ કામ કર્યું છે અને તે નગરપાલિકા સાવરકુંડલામાં કર્મચારી તરીકે કામ કરે છે તેમણે રૂૂપિયા 400 ની ચોરી કરી હતી જે પોલીસે કવર કરી છે અને પોલીસે વધુ પૂછપરછ પણ હાથ ધરી છે.