જાગનાથ પોલીસ ચોકીની સામે ક્લિનિકમાંથી 1.25 લાખની ચોરી
શહેરનાં જાગનાથ પોલીસ ચોકીની સામે આવેલા દાંતનાં કલીનીકમા 10 દિવસમા બે વખત તસ્કરે હાથફેરો કરી રૂ. 1 લાખનાં એક કેમેરા સહીત સવા લાખની ચોરી કર્યાની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે આ ઘટનામા વિસ્તારનાં સીસીટીવી ફુટેજ ચકાસી આરોપીને પકડવા તજવીજ શરુ કરવામા આવી છે.
વધુ વિગતો મુજબ કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમા રહેતા ડો. દીલીપભાઇ ફુલાભાઇ પટેલ (ઉ.વ. 67) નામના તબીબે ફરીયાદમા જણાવ્યુ હતુ કે જાગનાથ પોલીસ ચોકીની સામે સીટી શોપ બિલ્ડીંગમા 101 નંબરની ઓફીસ છે ત્યા દાંતનાં દવાખાનામાં પ્રેકટીસ કરે છે.
ગઇ તા ર1 ફેબ્રુઆરીનાં રોજ ન્રિત્યક્રમ મુજબ દવાખાનુ સાંજનાં સમયે બંધ કરી બીજા દિવસે સવારે 10 વાગ્યે ઓફીસ ખોલી ત્યારે કોઇએ બારીનો કાચ કાઢી તેમાથી પ્રવેસ કરી ટેબલમા રહેલો મોબાઇલ ચોરી લીધો હતો ત્યારબાદ આજ રીતે તા ર નાં રોજ કલીનીક બંધ કરી બીજા દિવસે સવારે કલીનીક ખોલીને જોતા ટેબલનાં ખાનામાથી એક રૂ. 1 લાખનો કેમેરો અને બીજો કેમેરો 1પ હજાર વાળો એમ મળી કુલ રૂ. 1.રપ લાખની કોઇ ચોર ચોરી કરી ગયાની ફરીયાદ પ્રનગર પોલીસ મથકમા નોંધવામા આવતા પીએસઆઇ બેલીમ તપાસી ચલાવી રહયા છે.