જબલપુરમાં 18 મિનિટમાં 14 કરોડના સોનાની લૂંટ કરી લૂંટારાઓ ગાયબ
મધ્યપ્રદેશના જબલપુરમાં લૂંટારાઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. જબલપુરમાં એક સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખામાંથી 14.8 કિલો સોનું અને 5 લાખ રોકડ લૂંટાઈ ગયા. લૂંટાયેલા સોનાની કિંમત 14 કરોડથી વધુ છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં લૂંટારાઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. જબલપુરમાં એક સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખામાંથી 14.8 કિલો સોનું અને 5 લાખ રોકડ લૂંટાઈ ગઈ. માત્ર 18 મિનિટમાં આ લૂંટમાં લૂંટારાઓએ લૂંટેલા સોનાની કિંમત 14 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.
બે મોટરસાઇકલ પર હેલ્મેટ પહેરેલા આરોપીઓ જબલપુરના ખિતૌલીમાં બેંકમાં પ્રવેશ્યા અને માત્ર 18 મિનિટમાં લૂંટ ચલાવીને ભાગી ગયા. જબલપુર ગ્રામીણના એડિશનલ એસપી સૂર્યકાંત શર્માએ જણાવ્યું હતું કે, ઊજઅઋ સ્મોલ ફાઇનાન્સ બેંકની ગણતરી મુજબ, લૂંટારુઓએ 14.8 કિલો સોનું (લગભગ 14 કરોડ રૂૂપિયા) અને 5 લાખ રૂૂપિયા રોકડા લૂંટી લીધા હતા. આ મામલાની તપાસ ચાલી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બેંક શાખામાં કોઈ સુરક્ષા ગાર્ડ નહોતો. ઘટના સમયે ત્યાં છ કર્મચારીઓ હતા. લૂંટારુઓ સવારે 8.50 વાગ્યે તેમાં પ્રવેશ્યા હતા અને લગભગ 9.08 વાગ્યે બહાર આવ્યા હતા. તેઓ મોટરસાયકલ પર ભાગી ગયા હતા. અમે સીસીટીવી કેમેરા સ્કેન કર્યા છે. તેમના હાથમાં હથિયાર નહોતા. એક લૂંટારુના બેલ્ટ નીચે બંદૂક હતી. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે કર્મચારીઓએ તેમના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી ઘટનાના 45 મિનિટ પછી પોલીસને જાણ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, જો તેઓએ અમને સમયસર જાણ કરી હોત, તો લૂંટારુઓ પકડાઈ ગયા હોત. આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બેંક ખુલવાનો સમય સામાન્ય રીતે સવારે 10:30 વાગ્યે હોય છે પરંતુ તહેવારને કારણે શાખા સવારે 8 વાગ્યે ખુલી હતી.