For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિહોરના યુવક સાથે લગ્ન કરી 1.45 લાખ લઈ ‘લૂંટેરી દૂલ્હન’ ફરાર

11:51 AM Apr 28, 2025 IST | Bhumika
સિહોરના યુવક સાથે લગ્ન કરી 1 45 લાખ લઈ ‘લૂંટેરી દૂલ્હન’ ફરાર

સિહોર તાલુકાના ભોળાદ ગામે રહેતા યુવક પાસેથી લગ્નના બદલામાં રૂૂ.1.45 લાખ મેળવી મોહિની નામની યુવતી 20 દિવસ સુધી સાથે રહ્યાં બાદ અચાનાક કોઈને કહ્યાં વિના જતી રહી હતી. જે અંગે સિહોર પોલીસ મથકમાં ત્રણ મહિલા સહિત કુલ 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

સિહોર તાલુકાના ભોળાદ ગામે રહેતા વિનોદભાઈ શામજીભાઈ બોરિચાએ સિહોર પોલીસ મથકમાં હિંમત નાગજીભાઈ સોંદરવા, સંજય નાનજીભાઈ વાળસુર, હરેશ માધડ, મુનીબેન હિંમતભાઈ સોંદરવા (તમામ રહે.સાવરકુંડલા, જિ.અમરેલી) અને મોહિની માણેકરાવ વાનખેડે તથા નયનાબેન (બન્ને રહે. સુરત) વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2023ના દિવાળી તહેવાર પહેલા સાવરકુંડલાવાળા ઉક્ત હિંમતભાઈ લગ્ન કરાવતા હોય જેમને લગ્નની વાત કરતા તેમણે મોહિની માણેકરાવ તેમની ધર્મની બહેન માનેલી હોય અને તેની સાથે લગ્ન લગ્ન કરાવી આપવાની વાત કરી હતી.

જે બાદ પરિચય કરાવ્યા બાદ લગ્નના બદલામાં રૂૂ.1,45,000 ઉક્ત હિંમતભાઈ, સંજયભાઈ, હરેશભાઈ, મોહિની અને નયનાબેનને આપવાનું નક્કી થયું હતું અને એડવાન્સ રોકડા રૂૂ.20 હજાર આ લોકોને આપ્યા હતા અને તેના થોડા મહિના બાદ ગારિયાધાર ગાયત્રીમંદિર ખાતે ફુલહાલ લગ્ન કર્યાં હતા અને બાકીના રૂૂ.1.25 લાખ રોકડા ઉક્ત લોકોને આપ્યા હતા. આ અંગે તેમણે લગ્ન રજિસ્ટર કરાવ્યા નહોતા. લગ્ન બાદ મોહિનીને તેમની સાથે ગામમાં લાવી સાથે રહેતા હતા અને 20 દિવસ તેઓ સાથે રહ્યાં હતા. બાદમાં ગત 10-03-2024ના રોજ રાત્રે 9 કલાકે મોહિની વાનખડે કોઈને જાણ કર્યાં વિના ઘરેથી જતી રહી હતી. જે બાદ તેમણે તપાસ કરતા મોહિની વાનખેડે કુંવારી હોવાનું ખોટું જણાવી લગ્ન કરાવી ઉક્ત લોકોએ રૂૂ.1.45 લાખ મેળવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement