રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના રીઢા તસ્કરે સુરતમાં 8 મિનિટમાં લાખોની ચોરી કરી’તી

04:35 PM Nov 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોટા શહેરોમાં ગર્લફેન્ડને લઇ હોટેલમાં રોકાતો, હમણાં આવુ કહી મકાનમાંથી ચોરી કરી પરત ફરતો હતો!

વૈભવી મકાનને નિશાન બનાવે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

રાજકોટ શહેરમાં તેમજ અલગ-અલગ જીલ્લામાં દિવસ દરમ્યાન ઘરફોડી ચોરી કરતો રીઢો ગુનેગાર રાજકોટમાં ચોરી કરવા આવ્યો હોવાનું જાણવા મળતા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ઝડપી લીધો હતો.તેમજ પૂછપરછમાં સુરતના પુણા પોલીસ મથક વિસ્તારના ઘરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.તેમજ અમદાવાદ અને જૂનાગઢમાં પણ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.તેમની પાસેથી કુલ 5.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ગુજરાત રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પમેન્ટર પ્રોજેકટથ અન્વયે વારંવાર ગુના આચરતા આરોપીઓ ઉપર વોચ રાખવા સુચના આપવામાં આવી હોય જે મામલે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ. આર. ગોંડ લીયા,તેમજ પીઆઇ એમ. એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એન.પરમાર તેમજ ટીમના મોહિલરાજસિંહ ગોહિલ અને અર્જુનભાઇ ડવે તેમજ સુરત શહેરથી આવેલા પોલીસ કર્મચારીઓએ બાતમીને આધારે મેન્ટર પ્રોજેકટ હેઠળનો આરોપી પ્રદિપ ઉર્ફે પદીયો કાળુભાઇ પઢારીયા(રહે.ગુલાબનગર, કોઠારીયા સોલવન્ટ, શેરી નં.-3, પ્રાથમિક શાળા સામે, રાજકોટ) ને જૂની કોર્ટ પાસેથી પકડી તેમની પાસેથી કુલ 5.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.તેમની પૂછપરછમાં તેમણે સુરતના પુણા વિસ્તારમાં ચોરી કરી હતી તેમજ આશરે 15 થી 20 દિવસ પહેલા જુનાગઢમાં કાડવા ચોકની આજુબાજુમાં આવેલ પોલસ્ટાર એપારમેન્ટમાં ત્રીજા માળે દિવસ દરમ્યાન બપોરના સમયે તાળુ તોડી ચોરી કરી હતી.

તેમજ આશરે 4 થી 5 દિવસ પહેલા અમદાવાદ ખાતે રાયપુર વિસ્તારમાં આવેલ રાજશ્રી હોટલમાં તેની ગર્લફ્રેન્ડ સાથે રોકાયો હતો અને બીજા દિવસે તે હોટલની નજીકમાં આશરે 3 કિ.મી. અંદર આવતી સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાંચમો અથવા છઠ્ઠા માળે બપોરના સમયે બંધ ફલેટ હોય તે ફલેટમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂૂપીયા ની ચોરી કર્યાની કબુલાત આપી હતી.જ્યારે રીઢો ઘરફોડીયો પ્રદીપ રેકી કર્યા વગર જ ચોરી કરતો હતો.સુરતમાં તેણે માત્ર આઠ મિનિટના સમયગાળા દરમિયાન ચોરી કરી હતી. તની પાસેથી અમદાવાદમાં કરેલી ચોરીનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે પરંતુ કે આ ચોરી અંગે કોઇ ફરિયાદ જ નોંધાઈ નથી.આરોપી રાત્રે વૈભવી મકાનને નિશાન બનાવે તે પહેલાં જ તેમને ઝડપી લીધો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newssmugglertheft
Advertisement
Next Article
Advertisement