લવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડનું પર્સ ચોરનાર રિક્ષાચાલક ઝડપાયો
રેસકોર્સ લવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડ ભરેલું પાકીટ કોઈ તસ્કર ચોરી જતા પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના મામલે પ્ર.નગર પાોલીસે સીસીટીવી ફુટેઝના આધારે રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. આ મામલે સેટેલાઇટ ચોક સ્વસ્તિકવિલા શેરી નં. 01 મોરબી રોડમાં રહેતા પંકજભાઇ રમેશભાઇ પરમારએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું સંતકબીર રોડ પર આવેલ એમ.વી.સિલ્વર નામની દુકાનમા ચાંદીકામ કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ અને મહીને મને રૂૂ.19,500 પગાર આપે છે.
સવારના સમયે હુ મારા કામ પર ગયેલ હતો અને બપોર સુધી ત્યા રોકાયેલ હતો અને બપોર પછી રજા હોય જેથી હુ કારખાનેથી એક વાગ્યાના વખતે હુ મારૂૂ બાઈક લઇને બહુમાળી ભવન પાસે શૈલેષભાઇની હોટલ છે ત્યા હુ જમવા માટે જવા માટે નીકળેલ હતો અને શૈલેષભાઇની હોટલમા જમીને હુ રેસકોર્ષમા લવ ગાર્ડનમા બેસવા માટે ગયેલ હતો ત્યા વરસાદ આવતો હોય જેથી ત્યા આવેલ બધા માણસો ત્યાથી આવેલ ત્યા બેસવા માટેના બાકડા હોય ત્યા હુ બેસેલ હતો ત્યારે મારી પાસે મારુ પાકીટ મારા પેન્ટના પાછળના ખિસ્સામાં હતુ અને ચારેક વાગ્યાના વખતે મે મારા ખિસ્સામા જોયુ તો પાકીટ મારા ખિસ્સામા જોવામા આવેલ નહીં.
જેથી મારા પાકિટમા 47 હજાર રોકડા રુપીયા હતા જે બધી 500 ના દરની નોટો હતી અને આ રુપિયા મારે બેંકમા જમા કરવાના હોય જેથી હુ મારી સાથે લાવેલ હતો અને ત્યા આજુબાજુમા તપાસ કરતા મારૂૂ પાકીટ ક્યાય મળી આવેલ નહીં અને કોઇ ચોરી કરી લઇ ગયેલ હોવાની શંકા જતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની ફરિયાદ નોંધાવ્યા બાદ પ્ર.નગર પોલીસના પીઆઇ વી.આર.વસાવાની રાહબરીમાં પીે.એસ.આઇ ગોહલિ અને હેડકોન્સ્ટેબલ વનરાજભાઇ કાઠી અને રીયાઝભાઇ સહિતના સ્ટાફે આજીડેમ ચોકડી નજીક રહેતા શૈલેષ ગોવિંદભાઇ ચૌહાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા તેમને દેણુ થઇ જતા ચોરી કર્યાનું કબુલાત આપી છે.