મુસાફરોના ખિસ્સામાંથી પર્સ અને મોબાઇલ સેરવતી રિક્ષા ગેંગ પકડાઇ
રાજકોટ શહેરમાં રીક્ષામા મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રકમ અને કિંમતી ચીજ-વસ્તુઓ તફડાવી લેતી બે મહિલા સહીત ચાર સભ્યોની બનેલી ટોળકીને ભક્તિનગર પોલીસે ઝડપી લીધી છે.ભક્તિનગર પોલીસ મથકનાં સર્વેલન્સ સ્ક્વોડનાં પીએસઆઈ જે.જે.ગોહિલ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ પાસેથી આ ગેંગને ઝડપી લીધી હતી.જેમાં ભાવેશ ગુંગાભાઈ વાજેલીયા(ઉ.વ.37, રહે, રૈયાધાર),કિશન મગનભાઈ ડાભી (ઉ.વ.25, રહે,માલધારી સોસાયટી, શેરી નંબર-4),બેનાબેન રાહુલભાઈ દંતાણી(ઉ.વ.28, રહે, ઘંટેશ્વર 25 વારીયા કવાટર) અને હિના ઉર્ફે ડેભી ધર્મેશભાઈ જાદવ (ઉ.વ.24, રહે, ઘંટેશ્વર 25 વારીયા)નો સમાવેશ થાય છે.
પોલીસ સુત્રોએ જણાવ્યું કે, ભાવેશ તથા અન્ય બે મહિલાઓ થોડા સમય પહેલા જ રાજકોટ તાલુકા પોલીસમાં પકડાઈ ચુકી છે. હાલ આ ટોળકી પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જે ઉપરાંત રીક્ષાને શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવ્યા છે. આરોપી ભાવેશ અને બન્ને મહિલાઓ વિરૂૂધ્ધ તાલુકા પોલીસ મથકમાં એક-એક ગુનો નોંધાઈ ચુક્યો છે.રીક્ષા અને મોબાઈલ મળી કુલ રૂૂા.40 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.