યુવાનને નકલી સોનાની વિંટી પધરાવી રિક્ષાચાલકે રૂપિયા 40 હજાર પડાવ્યા
યુવાને ગોલ્ડ લોન કરતા ફાયનાન્સને ત્યાંક તપાસ કરાવતા વિંટી ખોટી હોવાનું માલુમ પડયું
શહેરના એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા શૈલેષભાઈ શિવરામભાઈ રવિભાણ(ઉ.37)ના જાગનાથ દેરાસરની પાછળ ઠક્કર બાપા વાસમાં રહેતા જીગ્નેશ કાળુ ઘાવરીને દેણું થઈ જતા પૈસાની જરૂૂરિયાત ઉભી થતા સોનાની વીંટીનું કહી અન્ય ધાતુની વીંટી આપી શૈલેષભાઈ પાસેથી 40 હજાર લઇ પરત નહીં આપી છેતરપીંડી કરતા ગાંધીગ્રામમાં ફરિયાદ નોંધાઈ છે.
શૈલેષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ રીક્ષા ભાડે આપે છે.તેમણે બે વર્ષ પહેલાં જીગ્નેશને રીક્ષા ભાડે આપી હતી.આ જીગ્નેશને પૈસાની તાત્કાલિક જરૂૂરિયાત હોય જેથી શૈલેષભાઈને રેલનગરમાં સાધુવાસવાની કુંજ રોડમાં કોમ્પ્લેક્ષ પાસે બોલાવી સોનાની વીંટી બતાવી તેની સામે 40 હજાર આપવા કહ્યું હતું.જેથી શૈલેષભાઈએ વીંટી લઇ તેમને 40 હજાર આપ્યા હતા અને વીંટી વેંચાતી લીધી હતી.
ત્યારબાદ આઠેક દિવસ બાદ ફરી શૈલેષભાઈને રેલનગરમાં બોલાવ્યો હતો અને ત્યાં એક સોનાનો ચેન વેન્ચવાનો હોવાનું કહી આ ચેન તેમને આપ્યો હતો અને આ ચેન 2 લાખમાં વેન્ચવાની વાત કરતા શૈલેષભાઈએ ખરીદવા સહમતી દર્શાવી હતી અને પૈસા બાદમાં આપવાનું કહ્યુ હતુ.બાદમાં આ ચેન લઇ શૈલેષભાઈ ગોંડલ રોડ પર આઇટી ગોલ્ડ લોન વાળાને ત્યાં ગયા હતા અને ત્યાં સોનાનો ચેન બતાવતા આ ચેન અન્ય ધાતુનો હોવાનું કહ્યું હતું બાદમાં શૈલેષભાઈને શંકા જતા તેમણે પોતાની પાસે રહેલી વીંટી પણ બતાવતા તે પણ અન્ય ધાતુની હોવાનું કહ્યું હતું.
જેથી પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળતા શૈલેષભાઈએ આ જીગ્નેશને રામકૃષ્ણ આશ્રમ પાસે બોલાવી વાત કરતા જીગ્નેશ કુણો પડ્યો હતો અને હકીકત જણાવતા કહ્યું કે તેમને દેણું જતા અન્ય ધાતુના દાગીના આપ્યા હતા અને તે 40 હજારની રોકડ ચૂકવી દેશે તેવું લખાણ પણ કરી આપ્યું હતું તેમજ તેમણે 40 હજારનો ચેક આપ્યો હતો અને નાણાં પરત નહી આપતા અંતે ફરિયાદી શૈલેષભાઈએ બેંકમાં ચેક નાખ્યો હતો ને જે બાઉન્સ થયો હતો.આરોપી નાણાં ચૂકવવા બહાના કાઢતો હોય જેથી કંટાળી ફરિયાદ નોંધાવી હતી.
