પડધરીમાં પાણી ભરવા મુદ્દે રિક્ષા ચાલક ઉપર છરી-પાઇપથી હુમલો
04:14 PM May 23, 2025 IST
|
Bhumika
Advertisement
પડધરીમા આવેલા ગીતાનગરમા પાણીની રીક્ષા ચલાવતા યુવક સાથે પાડોશી શખસોએ પાણી ભરવા મુદે ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
Advertisement
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પડધરીમા ગીતાનગરમા રહેતા અને પાણીની રીક્ષા ચલાવતા ચંદુ કરમશીભાઇ વાઘેલા (ઉ.વ. 3પ) બપોરનાં પોતાનાં ઘર પાસે હતો ત્યારે પાડોશી અનીલ સહીતનાં શખસોએ રીક્ષામાથી પાણી ભરવા મુદે ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડાયો હતો .
બીજા બનાવમા વાંકાનેરનાં ભોજપરા ગામે રહેતા હિતેશ પ્રેમજીભાઇ વીઘવાડીયા (ઉ.વ. 30) સાથે સુર્યા નામનાં શખસે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો . યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement