For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પડધરીમાં મૂકબધીર ભિક્ષુકની હત્યા કેસમાં ઘટસ્ફોટ: મિત્રએ જ સજાતીય સંબંધ બાંધવા ઢીમ દીધું

01:11 PM Apr 21, 2025 IST | Bhumika
પડધરીમાં મૂકબધીર ભિક્ષુકની હત્યા કેસમાં ઘટસ્ફોટ  મિત્રએ જ સજાતીય સંબંધ બાંધવા ઢીમ દીધું

Advertisement

પડધરી ખાતે નદીના કાંઠે આવેલા કબ્રસ્તાનની ઓરડીમાં રહેતા અને સાફસફાઈ કરતા મુકબધીર ભિક્ષુક યુવકની તેની જ ઓરડીમાંથી ગઈકાલે લાશ મળી આવી હતી. જેમાં તેની હત્યા નિપજાવવામાં આવી હોવાનું ખુલ્યું હતું. જેની તપાસમાં જોતરાયેલી એલસીબીએ એક શકમંદને ઝડપ્યો હતો અને તેની પુછપરછમાં હત્યાનો ભેદ ખુલવા પામ્યો છે. મૃતક યુવક અને પોતે બન્ને સજાતિય સબંધ ધરાવતા હોય ગઈકાલે સબંધ બાંધવા મુદ્દે માથાકુટ થતાં તેની હત્યા નિપજાવી હોવાનું કબુલ્યું છે.પડધરી ડોડી નંદિના કાઠે આવેલ કબ્રસ્તાનની નાની ઓરડી જેવા મકાનમા છેલ્લા પચીસેક વર્ષથી રહેતા દાઉદશા અનવરભાઇ શાહમદાર કબ્રસ્તાનમાં સાફ સફાઇનું કામ કરતા અને તેઓ અપંગ હતા અને બોલી શકતા નહી તેમજ સાંભળી શકતા નહી. તે અપંગ લોકોની સાયકલ લઈ પડધરીમાં અલગ-અલગ જગ્યાએ ફરી ભીખ માગતા અને ગઈ તા.18/04/2025 ના રોજ તે ઓરડીનો દરવાજો અદરથી બંધ હાલતમા હોય અને એક સાકળથી અંદરની બાજુ તાળુ મારેલુ અને જાળીમાથી આ દાઉદ લોહી લુહાણ હાલતમાં પડેલ જોવામાં આવેલ જેથી પોલીસને જાણ કરેલ બાદ ઓરડી ખોલતા આ દાઉદશાહ ની લાશ લોહી લુહાણ હાલતમાં પડેલી અને તેના માથામા અને કપાળની ઉપરની બાજુ કોઇ ધારદાર વસ્તુ મારેલ હોય તેવા ઈજાના નીશાનો જોવામા આવેલ જેથી પડધરી પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ હત્યાની તપાસમાં પડધરી પોલીસ ઉપરાંત એલસીબી પણ જોતરાઈ હતી.

જેમાં એલ.સી.બી દ્વારા શકદાર ઇકબાલભાઇ હાસમભાઇ લાખા (ખાટકી ઉ.વ.3ર ધંધો.મજુરી રહે.ખાટકીવાસ પડધરી તા.પડધરી જી.રાજકોટ મુળ રહે.વાકાનેર લક્ષ્મીપરા ખાટકીવાસ તા.વાકાનેર જી.મોરબી) વાળાની યુક્તિ-પ્રયુક્તિ થી અને કડકાઈથી સઘન પુછ-પરછ કરતા આરોપી પડી ભાંગેલ અને પોતાના ગુન્હાની કબુલાત આપેલ જેમાં તે મરણજનાર દાઉદશાનો મિત્ર હોય અને બુધવાર અને સોમવાર સીવાય ના વારે દરરોજ કબ્રસ્તાને જતો અને તે દાઉદશાહ શાહમદાર સાથે સજાતીય શરીર સબંધ બાધતા હોય જેથી ફરીથી શરીર સબંધ બાંધવા ઓરડીએ ગયેલ ત્યારે માથાકુટ થતાં સ્ટીલની ઘોડી તથા કુહાડી મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં ઓરડીમાં રહેલી એક પેટીમાંથી 6,400 રૂૂપિયા લઈ નિકળી ગયો હતો. આમ એલસીબીએ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement