ઓએનજીસીમાં યુવાનોને નોકરી આપી દેવાના બહાને અમરેલીના નિવૃત્ત શિક્ષિકા સાથે 2.21 લાખની ઠગાઇ
અમરેલીમા રોકડવાડીમા રહેતા એક નિવૃત શિક્ષિકા સાથે એક વૃધ્ધ વિકલાંગે યુવક યુવતીઓને ઓએનજીસીમા નોકરી અપાવી દેવાના બહાને કટકે કટકે રૂૂપિયા 2.21 લાખ લઇ છેતરપીંડી આચરતા આ બારામા તેણે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
ચંદ્રિકાબેન પ્રાગજીભાઇ લાઠીયા (ઉ.વ.62) નામના નિવૃત શિક્ષિકાએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે એકાદ વર્ષ પહેલા તેઓની માલિકીનુ મકાન વેચવાનુ હોય એક ગ્રાહક તેમનુ મકાન જોવા માટે આવ્યા હતા. તેમણે પોતાની ઓળખ પ્રહલાદભાઇ ઇશ્વરભાઇ કુંભાણી મહેસાણાવાળા તરીકે આપી હતી અને તેમની સાથે આવેલા માતાજીએ તેમનુ નામ રમાગીરી કિશોરગીરી જણાવ્યું હતુ.
પ્રહલાદભાઇએ એમપણ જણાવ્યું હતુ કે તે ઓએનજીસીમા કલાસ-1 ઓફિસર હતા અને હાલ નિવૃત છે. બે દિવસ બાદ ફરી પ્રહલાદભાઇ તેમના ઘરે આવ્યા હતા અને ઓએનજીસીમા કોઇને નોકરી જોઇતી હોય તો તમે કહેજો હું સ્ટાર્ટીંગ સેલેરી 61 હજારથી 71 હજારથી કાયમી પોસ્ટ અપાવીશ અને પ્રથમ અધિકારી સાથે સેટીંગ કરવુ પડશે જે માટે વ્યકિત દીઠ 50 હજાર આપવા પડશે. જેથી તેમણે પાડોશમા રહેતા યુવક યુવતીઓને નોકરી માટે ઇચ્છા ધરાવતા હોય રોકડ 40 હજાર અને સોનાની વીંટી કિમત 40 હજાર આપી હતી.
આ ઉપરાંત અન્ય યુવક યુવતીઓના મળી કુલ રૂૂપિયા 2.21 લાખની રકમ તેમને આપી હતી. તેમજ રીઝયુમ, આધારકાર્ડ, ડિગ્રી સર્ટીફિકેટ મોકલી આપ્યા હતા. જો કે થોડા દિવસ બાદ તેમને ફોન કરતા ફોન લાગતો ન હતો અને તપાસ કરતા આ વ્યકિત ધર્મશાળામા રોકાયેલ હોય જેમા તેમણે પૃથ્વીભાઇ અમથાભાઇ ચૌધરી નામ લખાવેલુ હતુ. જેથી તેમની સાથે છેતરપીંડી થયાનુ માલુમ પડયુ હતુ. બનાવની વધુ તપાસ પીએસઆઇ પી.જી.ચોચા ચલાવી રહ્યાં છે.
પાંચ યુવક-યુવતીના ઓર્ડર આપ્યા તારીખ 5/4/25ના રોજ પ્રહલાદભાઇ ચંદ્રિકાબેનના ઘરે આવ્યા હતા અને મોવાલીયા અક્ષિત ઝવેરભાઇ સુરત, દેવાણી નીવા હર્ષદભાઇ મોટી કુંકાવાવ, લાઠીયા આશુતોષ સંજયકુમાર સુરત, પારૂૂલબેન વિઠ્ઠલભાઇ ધાટલીયા અમરેલી અને નિકુંજ નિલેશભાઇ સોલંકી અમરેલીના ઓર્ડર આપ્યા હતા. જે તમામ બનાવટી ઓર્ડર હતા.