દારૂના ધંધામાં સંડોવાયેલા નિવૃત્ત પીઆઈની ધરપકડ
જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસે દેશી દારૂૂની ભઠ્ઠીના કેસમાં સંડોવાયેલા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર મેઘરાજસિંહ ઝાલાની ધરપકડ કરી છે. જામનગર પોલીસે અધિક્ષકે દારૂૂ/જુગારની પ્રવૃત્તિને નેસ્ત-નાબૂદ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જેના ભાગરૂૂપે નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ દારૂૂ જુગારના ધંધામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચકોશી પએથ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં કબ્જે કરેલ દારૂૂ, આથો અને દારૂૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂૂ. 1,04,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ભઠ્ઠીના કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારીની સંડોવણી હોવાના પુરાવા મળ્યા હતા. જેથી પંચકોશી પએથ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખ, પો.સબ ઇન્સ. એ.કે. પટેલ અને પોલીસ સ્ટાફે આરોપી મેઘરાજસિંહ ઝાલાને શોધી કાઢી તેની ધરપકડ કરી છે. આરોપી મેઘરાજસિંહ ભરૂૂભા ઝાલા (ઉ.વ. 59) પ્રા.નોકરી કરતા હતા અને હાલમાં જામનગરમાં રહેતા હતા.