For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં આર્થિક તકલીફ દૂર કરવાના બહાને BSNLના નિવૃત્ત કર્મચારી સાથે 5.11 લાખની ઠગાઇ

11:34 AM Aug 01, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગરમાં આર્થિક તકલીફ દૂર કરવાના બહાને bsnlના નિવૃત્ત કર્મચારી સાથે 5 11 લાખની ઠગાઇ

સુરેન્દ્રનગરમાં રહેતા અને બીએસએનએલના નિવૃત્ત કર્મચારીને તાંત્રિક વિધિના બહાને રૂૂ. 5,11,111નો ચૂનો લાગી ગયાની ઘટના બહાર આવી હતી. આ બનાવમાં ભોગ બનનારે વઢવાણના 1 શખસ સહિત કુલ 4 શખસ સામે સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

Advertisement

બીજી તરફ એલસીબી પીએસઆઈ જે.વાય.પઢાણ, અજયસિંહ ઝાલા,અશ્વિનભાઈ માથુકીયાને બાતમી મળતા મહિસાગર જિલ્લા ખાતેથી ખનાપુર તાલુકાના ચણાશેરો પોસ્ટ બામરોડાના પિન્ટુ મહારાજ એટલે કે દિનેશભાઈ મોતિભાઇ માલીવાડને ઝડપી પાડી રૂૂ. 5 લાખ કબજે કરી બી ડિવિઝનને સોંપી આપવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ, બચપન સ્કૂલ પાસે શાંતિ લક્ષ્મી રેસિડેન્સી, મકાન નં.20માં રહેતા અને 2024માં બીએસ એન એલમાંથી ભરતકુમાર રમેશચંદ્ર વ્યાસ નિવૃત્ત થયા હતા.

હાલ 2 સંતાન અને પત્ની સાથે જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, અમારે ઘરમાં આર્થિક તકલીફ હોવાથી હું જુદા જુદા ભુવાઓ પાસે દાણા જોવડાવવા જતો હતો. તેમ છતાં અમારા ઘરમાં કોઇ સુધારો થયો નહી. આ દાણા જોવડાવવા તેમજ તાંત્રિક વિધિની લાઈનથી અંદાજે 8 માસથી અજીતસિંહ જાદવ સાથે રૂૂબરૂૂ તથા ફોનથી મળતા હતા. ત્ર

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement