રાજકોટ જિલ્લામાં ચોમાસામાં રેસ્કયુ ટીમોને એક્ટિવ રહેવા સૂચના
પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉઉઘ : બચાવ સહિતની તૈયારીઓની માહિતી મેળવી માર્ગદર્શન અપાયું
રાજકોટ જીલ્લા પંચાયત ખાતે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી , જીલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં પ્રિ મોન્સૂન કામગીરી તથા જીલ્લા પંચાયતના વહીવટી પ્રશ્નો અંગે વિસ્તુત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ તકે રાજકોટ જીલ્લા પંચાયત ખાતે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી એ જણાવેલ કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગામડાઓ સમૃદ્ધ બને તે માટે અધિકારી/કર્મચારી અને ગ્રામજનો વચ્ચે સુમેળભર્યા સંવાદ દ્વારા અને લોકભાગીદારી તેમજ સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ,તંત્રની પારદર્શકતા અને સંવેદનશીલતામાં વધારો થયો છે ત્યારે આગામી વર્ષાઋતુ ને ધ્યાને લઈ શાળાઓના ઓરડા ,આંગણવાડીઓ,આરોગ્ય કેન્દ્ર લ,ગ્રામ પંચાયતો, પશુ દવાખાનાઓના બિલ્ડિંગોની સ્થિતિ ની સમિક્ષા કરી તથા જરુરી લાગે ત્યાં મરામત કરવા સુચના ઓ આપી વર્ષાઋતુ દરમિયાન અતિવૃષ્ટિ ના કિસ્સા માં ખેતીવાડી ક્ષેત્રે નુકશાન થાય તો કે અંગે સર્વે ટીમ સ્ટેન્ડ બાય રાખવા સુચનાઓ આપી.
પશુ પાલન વિભાગ પાસે વર્ષાઋતુ દરમિયાન પશુઓ માટે જરૂૂરી તમામ દવાઓનો જથ્થો ઉપલબ્ધ.
સિંચાઈ વિભાગના ડેમો છે ત્યાં વધુમાં વધુ વૃક્ષા રોપણ થાય તે માટે પ્રયાસો કરવા આગામી વર્ષાઋતુ માટે આગોતરા આયોજન અર્થે તાલુકાના સ્ટાફની વિગતો,બચાવના સાધનો, વરસાદ માપક યંત્ર, સલામત આશ્રય સ્થાન,નીચાણવાળા પૂર ભયગ્રસ્ત ગામો, ગામ માં આવેલ તરવૈયા- સ્વયંસેવકો ની યાદી તાલુકા વાઇઝ કરવી.વર્ષાઋતુ દરમ્યાન તાલુકા કક્ષાએ ભારે વરસાદ,વાવાઝોડા, વીજળી પડવી, પૂર જેવી કુદરતી આપત્તિઓ ને કારણે ઉભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલિક જિલ્લા કક્ષાના 24ડ્ઢ7 કાર્યરત કંટ્રોલ રૂૂમ માં જાણ કરવા અંગે, સુચના આપી હતી. ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન અમલમાં મુકવામાં આવેલ હોય તાલુકા કક્ષાએ તાલુકા આપત્તિ વ્યવસ્થા પ્લાન તથા તમામ ગ્રામ પંચાયતોએ વિલેજ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અદ્યતન કરીને સ્ટેટ ડિઝાસ્ટર રિસોર્સ નેટવર્ક પર ઓનલાઇન અપડેટ કરવામાં આવેલ છે.
તેમ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેન પી. જી. કયાડા,શાસક પક્ષ નેતા સવિતાબેન ગોહેલ, દંડક વિરલભાઈ પનારા,તમામ સમિતિ ચેરમેનઓ,જિલ્લા પંચાયત સદસ્યઓ દ્વારા સંયુક્ત રીતે એક અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.