For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિલાયન્સ કોમર્શિયલ બાટલા રીબડાને બદલે સાયલા જતા ઝડપાયા : કૌભાંડની શંકા

11:36 AM Mar 10, 2025 IST | Bhumika
રિલાયન્સ કોમર્શિયલ બાટલા રીબડાને બદલે સાયલા જતા ઝડપાયા   કૌભાંડની શંકા

Advertisement

ચોટીલા અમદાવાદ નેશનલ હાઇવે ઉપર રાત્રીનાં રિલાયન્સ કંપનીના ગેસના બાટલા ગેર કાયદેસર ડાયવર્ટ કરવાનું કૌભાંડ એસડીએમ ની ટીમના હાથે ઝડપાતા વાહન સહિત 10.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી માલિક સામે કાર્યવાહી હાથ ધરાતા ચકચાર જગાવી છે.

મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રીના ચોટીલા પ્રાત અધિકારી હર્ષદ મકવાણા તેમની ટીમ સાથે નેશનલ હાઈવે ઉપર આકસ્મિક ચેકિંગમાં હતા તે દરમિયાન એક આઇસર ગાડીને રોકી તલાશી લેતા રિલાયન્સ કંપનીના એલપીજી ગેસના 95 બાટલા મળી આવ્યાં હતા અને ચાલકની પુછપરછ અને દસ્તાવેજોની ચકાસણી કરતા કરતા ગેસના બાટલા ડાયવર્ટ કરવાનો મામલો સામે આવ્યો હતો.

Advertisement

ચેકિંગ દરમ્યાન મળી આવેલ LPG સિલિંડર રિલાયંસ પેટ્રો માર્કેટિંગ, મેટોડા રાજકોટ ખાતેથી ભરીને ગોંડલના રીબડા ગામે લઇ જવાના હતા પરંતુ ગેસ ભરેલી ગાડી ડાયવર્ઝન કરીને સુરેન્દ્રનગરના સાયલા ખાતે લઈ જવાઈ રહેલ હતા જે ચોટીલા હાઇવે ઉપર તંત્રના હાથે ઝડપાતા LPG ગેસનું ડાયવર્ઝન કૌભાંડ સાથે અનઅધિકૃત વહન ઝડપાતા ચકચાર જગાવી છે. ચોટીલા પ્રાત અધિકારી દ્વારા 1 આઇસર ગાડી નંબર- જી જે. 03 એ. ઝેડ 7407 અને 95 એલપીજી કોમર્શિયલ સિલિંડર ઝડપી પાડી કુલ રૂૂ. 10.69.172 નો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલાની ગેસ એજન્સીનાં ગોડાઉનમાં મુકાવી રીબડાના ધીરજભાઈ ઉકાભાઇ લીલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કોમર્શિયલ બાટલાઓને નાના બાટલાઓમાં તેમજ અન્ય બાટલાઓમાં ગેર કાયદેસર રિફિલીંગ કરવાનું અનેક સ્થળોએ કૌભાંડ ચાલતું હોવાની ચર્ચા છે ત્યારે જપ્ત કરાયેલ જથ્થો આવા કોઇ કૌભાંડનો હિસ્સો હતો કે કેમ તે સહિતની બાબતો તપાસનો વિષય બનેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement