ગોંડલમાં ભાજપનું નહીં રાવણરાજ ચાલે છે: ‘આપ’ના ઉપાધ્યક્ષ નિમિશા ખુંટનો આરોપ
ગોંડલ ને કેન્દ્ર માં રાખી સોશિયલ મિડીયા માં વિડીયો વાયરલ કરવાની જાણે સિઝન નિકળી હોય તેમ બન્ની ગજેરા,જીગીશા પટેલ, અલ્પેશ કથીરીયા બાદ હવે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ ઉપાધ્યક્ષ નિમીશા ખુંટે પણ સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ કરી તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરીછે.
નિમીશા ખુંટે કહ્યુ કે ગોંડલ માં રાવણરાજ ચાલેછે.બીજેપી ક્યાય નથી.હમણાંથી બહાર નાં લોકો ગોંડલ ની ચિંતા ખુબ કરેછે.સોશિયલ મીડીયામાં એકજ વાત હોય છે. અનિરુદ્ધસિંહ જયરાજસિહ, અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ, નિખિલ દોંગા આ બધાને ગોંડલની સેવા કરવી છે. એકજ પાર્ટીમાંથી ચુંટણી લડવીછે.
તેમણે સવાલ કર્યોકે કેમ બીજી પાર્ટીમાં થી જીતવાનો વિશ્ર્વાસ નથી ? આતો અત્યારે ભાજપ ની હવા ચાલેછે એટલે જીતી જવાય એટલે બધાને ગોંડલ ની ચિંતા થઇ પડીછે.બધાને ગોંડલ ની સેવા કરવીછે.એક જ પદ માટેની લડાઈ છે.આ બધા કૌરવોની ગેંગ છે.ધારાસભ્ય બનવા થનગનતા લોકોની ઓળખ ગુન્હેગારો ની છે.આશ્ર્ચર્ય તો એ વાતનું કે પદ માટે લડી રહેલા બધા ભાજપ નાંજ છે.અને પ્રદેશ ભાજપ નાં નેતાઓ આંખ આડા કાન કરી રહ્યાછે.કારણ કે તેમને તો માત્ર ગોંડલની બેઠકથી મતલબ છે.
નિમીશા ખુંટે કટાક્ષ કરતા કહ્યુ કે ચુંટણીમાં ઉભા રહેવાની સામાન્ય પ્રક્રિયા હોય છે.તે અનુસારીને ચુંટણી લડી લ્યોને? સોશિયલ મીડીયામાં મોટા ઇશ્યુ કરવાની ક્યાં જરુર છે. અહી સતત માહોલ ગરમ રહે તેવા પ્રયત્નો કરાઇ રહ્યાછે.ગોંડલ માં ગુંડાગીરી સિવાય પણ ઘણા પ્રશ્ર્નો છે.પોપટભાઇ સોરઠીયાની હત્યા થઇ ત્યારથી પાટીદારોને અન્યાય થાયછે.એક બીજાની જુથ અથડામણ માં હમેંશા પટેલોને ભોગવવું પડ્યું છે.
અહી એફઆઇઆર નું હથિયાર ચાલે છે. નિમીષા ખુંટે કહ્યુકે ગોંડલ માં લાયકાત અને પદને કોઇ લેવાદેવા નથી.નાગરિક બેંક નું પદ સંભાળતા આગેવાન પાસે એવી કોઇ ઉચ્ચ ડીગ્રી નથી કે આવડી મોટી સંસ્થા નું સંચાલન કરી શકે.તેમને નાની વાત માં પણ જેતપુર રોડ પર ફોન કરી પુછવુ પડેછે.શું તમારામાં ડીસીજન પાવર નથી ?તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.