For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાઠીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા

02:02 PM Dec 13, 2025 IST | Bhumika
લાઠીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક ગામમાં સગીરાના અપહરણ કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આરોપી વિપુલ ઉર્ફે ગડુ રતીલાલ મકવાણાને 20 વર્ષની સખ્ત કેદ અને રૂૂ. 15,000ના દંડની સજા ફટકારવામાં આવી છે.

Advertisement

આ ઘટના ગત 10 જાન્યુઆરી, 2024ના રોજ બની હતી. આરોપી વિપુલ મકવાણાએ એક 15 વર્ષ અને 9 માસની સગીરાને લલચાવી-ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસ અમરેલીના સ્પેશિયલ જજ (પોક્સો) અને ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલએ ધારદાર દલીલો રજૂ કરી હતી અને મહત્વના પુરાવાઓ રજૂ કર્યા હતા.કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને માન્ય રાખીને આરોપી વિપુલ ઉર્ફે ગડુ રતીલાલ મકવાણાને ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376 (2)(એન), 376(2)(જે), 376(3) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6, 8, 18 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારા અધિનિયમ 2015ની કલમ 3(2)(5) હેઠળ ગુનેગાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને રૂૂ. 15,000નો દંડ ભરવાનો આદેશ કર્યો છે. દંડની રકમમાંથી રૂૂ. 10,000 ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement