હું લોકોને ગાંજો આપુ છું, 32 છોકરા-છોકરીઓને ગાંજો પીવડાવ્યો, થાય તે કરી લ્યો!!
અમેરલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતમાં દારૂૂબંધી, ગાંજો અને ડ્રગ્સનું બેફામપણે વેચાણ થાય છે. લોકો ડ્રગ્સ અને ગાંજો લેતા હોવાના અનેક કિસ્સા સામે આવેલા છે. આજે ફરી અમરેલી જિલ્લાના આ વીડિયો સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો એક યુવકનો છે જે ખુલ્લેઆમ સ્વીકાર કરે છે કે તેણે 32 લોકોને ગાંજો પીવડાવ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં યુવક અને તેની સાથે બીજા અન્ય ત્રણ યુવકો પણ છે. આ યુવાનો સગીર વયના લાગે છે. વીડિયોમાં આ યુવક દાવો કરી રહ્યો છે કે હું લોકોને ગાંજો આપું છું. અત્યાર સુધીમાં મેં અનેક લોકોને ગાંજાનું વેચાણ કર્યું છે. અને 32 લોકોને ગાંજો પીવડાવ્યો છે. જેમાં છોકરા અને છોકરીઓ પણ આવી ગયા. વીડિયોમાં યુવક અભદ્ર ભાષા બોલે છે. તેની સાથે બીજા યુવાનો પણ તેની આ મસ્તીમાં સાથ આપી રહ્યા છે.
યુવાનનો આ વીડિયો પોલીસને પડકાર ફેંકે છે. તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિના નામ લઈને પણ યુવક કહે છે કે તમે થાય એ કરી લો. તમે મારું કશું બગાડી શકશો નહીં. આ વીડિયો જાહેર થયા બાદ પણ તમે મને પકડી શકશો નહી. તમને સેન્ટર પોઇન્ટ પર ઉભો રાખવાની છૂટ છે. ઓલી વખતની જેમ આ વખતે પણ તમને રમાડીને ભાગી જઈશ તેવો યુવક દાવો કરી રહ્યો છે. વાયરલ વિડિઓ અમરેલીની કોલેજનો હોવાનું અનુમાન છે. આ વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા યુવકો સામે પોલીસ પોલીસ તંત્ર શું કાર્યવાહી કરશે?