રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, જન્મેલ બાળકને તરછોડ્યું

04:19 PM Oct 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો: નવજાતને રાજકોટ બાલાશ્રમમાં ખસેડવામાં આવ્યો

જેતપુરના ભોજાધાર વિસ્તારમાંથી એક તાજું જન્મેલ નવજાત બાળક મળી આવ્યું હતું. સ્થાનિકોએ પોલીસને અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી બાળકનો કબ્જો સંભાળી સારવાર માટે મોકલ્યું હતું અને બાળકની માતાની શોધખોળ કરતા અંતે મળી જતા પોલીસે બાળકની સગીર માતા પર દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી કરી બાળકને તરછોડી આવનાર શખ્સ સામે પોકસો હેઠળ ફરીયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ વિગતો મુજબ,ભોજાધાર વિસ્તારમાં દશામાંના મંદિર પાસે એક બાળકના રડવાનો અવાજ આવતા હતો.જેથી સ્થાનિક રહેવાસી શિવમ પાંડે નામના યુવાન અને તેની પત્નીએ ઘરની બહાર નિકળતા બાજુમાં આવેલ નવેરામાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો.ત્યાં જઈને જોતા એક તાજું જન્મેલ બાળક પડ્યું હતું.આ દંપતીએ બાળકને ત્યાંથી લઈ તરત જ આજુબાજુમાં રહેતા પડોશમાં જાણ કરતા લોકો ત્યાં ઉમટી પડયા હતાં.બાદમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ બંને સાથે પહોંચ્યા હતાં.બાળકને સારવાર માટે સરકારી હોસ્પીટલ લઈ ગયા હતાં.બીજીબાજુ પોલીસે તરછોડાયેલ બાળકની માતાની શોધખોળ હાથ ધરી હતી.

તપાસમાં જાણવા મળ્યું હતું કે,ત્યાં નજીકમાં જ રહેતી એક અપરિણીત યુવતીએ બાળકને જન્મ આપ્યો હોવાની પોલીસને માહિતી મળતા પોલીસ યુવતી તેમજ તેના પરીવારજનોએ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને ત્યાં યુવતીની પૂછપરછ હાથ ધરી હતી.આ મામલે સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. સીટી પીઆઇ એ.ડી.પરમારે જણાવેલ કે,ભોગ બનનાર સગીરાને ભોજાધાર વિસ્તારમાં રહેતો અજય પોપટભાઈ ગોહેલ નામના યુવાન સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો.જેથી સગીરાના ઘરે રાતના સમયે ઘરની વંડી ટપીને આરોપી ઘરમાં આવતો અને તેણીને ભોળવી તેણી સગીર હોવાની જાણ હોવા છતાં તેણી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી.આરોપી શખ્સ અજય ગોહેલ સામે બીએનએસ 65(1), 93 અને પોકસો 6 સગીર હોવાની જાણ હોવા છતાં દુષ્કર્મ ગુજરી તેણીને ગર્ભવતી બનાવી, જન્મેલ બાળકને ત્યજી દેવાની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.

આરોપી અજયે પોતાનો ગુનો છુપાવવા બાળકને તરછોડી દીધું હતું

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ,ગતરાતે પણ આરોપી શખ્સ અજય સગીરાના ઘરે વંડી ટપીને આવ્યો હતો ત્યારે તેણીને પ્રસવ પીડા ઉપડતા બાથરૂૂમમાં જતા તેનીને સુવાવડ થઈ ગઈ અને બાળકને જન્મ આપ્યો હતો. બાથરૂૂમમાંથી બાળક લઈને આવી સગીરાએ અજયને બતાવતા આરોપી અજયે પોતાનું પાપ છુપાવવા બાળકને નવેરામાં તરછોડી દીધું હતું.આ બાળકને રાજકોટ બાલાશ્રમ ખાતે મોકલી દીધો હતો.

Tags :
crimegujaratgujarat newsjetpurJetpur NEWSraped
Advertisement
Next Article
Advertisement