ત્યકતા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરી 2.80 લાખ પડાવ્યા
મહિલા બાઉન્સર તરીકે નોકરી કરતી ત્યારે મોટામવાના શખ્સ સાથે પરિચય થયો હતો: આરોપીને સકંજામાં લેવા તજવીજ
પરિણીત શખ્સે પત્નીથી કંટાળ્યો છું કહી દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભ રહી જતાં હમણાં બાળક નથી જોઇતું કહી ગર્ભપાત કરાવ્યો
યુની. રોડ પર રહેતી અને ઈવેન્ટ બાઉન્સર તરીકે નોકરી કરતી ત્યકતાને લગ્નની લાલચે ચાર વર્ષ સુધી મોટા મવાના વિપુલ ગોલતરે અવારનવાર દુષ્કર્મ આચરી તરછોડી દિધી હતી. ઉપરાંત ચાર વર્ષ દરમિયાન ત્યકતા પાસેથી લીધેલ રૂૂ.2.80 લાખ પણ પડાવી લઇ છેતરપીંડી આચરતાં યુની. પોલીસે દુષ્કર્મ અને છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચી લીધો હતો.
દુષ્કર્મની ઘટનામાં પુષ્કરધામ પાછળ આવેલ કવાટર્સમાં રહેતી ત્યકતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિપુલ ગોલતર (રહે. મોટા મવા) નું નામ આપતાં યુની. પોલીસે દુષ્કર્મ અને છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, ફરિયાદીના થોડાં વર્ષો પહેલાં લગ્ન થયાં હતાં અને તેમને એક સંતાન છે. જે બાદ દંપતીને મનમેળ ન થતાં બંને વચ્ચે છૂટાછેડા થયાં હતાં અને તેણીનું સંતાન તેમના પૂર્વ પતિ પાસે રહે છે. તેણી એકલી રહેતી બાદ એક સુરક્ષા એજન્સીમાં બાઉન્સર તરીકે નોકરી પર રહી પોતાનું ગુજરાન ચલાવતી હતી. જે દરમિયાન તેણી વર્ષ 2021 માં તાલુકા પોલીસ મથક નજીક નોકરી પર ગઈ ત્યારે પોલીસ મથકની સામે જ ચા ની હોટલ ચલાવતાં વિપુલ ગોલતરના સંપર્ક આવ્યાં હતાં. બાદમાં આરોપી મહિલાને અવારનવાર મેસેજ કરી પરીચય કેળવ્યો હતો.
બાદમાં આરોપીએ મહિલાને હું પણ મારી પત્નીથી કંટાળ્યો છું અને તેમની સાથે છૂટાછેડા લેવાના છે, અને બાદમાં તારી સાથે લગ્ન કરવા છે કહીં તેણીને ફસાવી હતી.બાદમાં પ્રેમ સંબંધ કેળવી નજીકમાં જ એક રૂૂમ ભાડે રાખી દઈ મહિલાને ત્યાં રહેવા માટે વ્યવસ્થા કરી આપી હતી અને અવારનવાર તે રૂૂમ પર જઈ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.દરમિયાન મહિલા ગર્ભવતી બની હતી અને આરોપીએ હાલ મારી પત્ની સાથે છૂટાછેડા થયા નથી જે થયાં બાદ બાળકનું વિચારસું તેમ કહી ગર્ભપાત કરાવી નાંખ્યો હતો.
જે બાદ ત્રણ વર્ષના સમયગાળામાં અવારનવાર દુષ્કર્મ આચરી ત્રણ વાર મહિલાને ગર્ભવતી બનાવી ત્રણેય વાર ગર્ભપાત કરાવી નાંખ્યું હતું.ઉપરાંત આરોપીએ છેલ્લા ત્રણ વર્ષમાં ફરિયાદી મહિલા પાસેથી મારે રૂૂપીયાની જરૂૂરિયાત છે તેમ કહી કટકે કટકે રૂૂ.2.80 લાખ પડાવી લીધાં હતાં.
બાદ મહિલાએ તેની સાથે લગ્ન કરવાનું કહેતાં આરોપીએ લગ્ન કરવાની ના પાડી હાથ ઉછીના લીધેલ રૂૂ.2.80 લાખ પણ પરત આપવાની ના પાડી છેતરપીંડી પણ આચરી હતી.આ બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ હરેશ પટેલ અને ટીમે તુરંત આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.