ખંભાળિયામાં દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા વર્ષ 2016 માં એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ હતી અને આરોપી વશરામ ઘરે એકલો હોય, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને અહીં તેણે બળજબરીપૂર્વક તેણીને મારી નાખવાની ધમકી આપી અને મોઢું દબાવી દુષ્કર્મ આચાર્ય હતું.ત્યાર બાદ આરોપીએ નસ્ત્રસમાજના માણસોને કહી દઈશ તારું બધાને દેખાડી દઈશસ્ત્રસ્ત્ર તેવી ધમકી આપી, બ્લેક મેલ કરીને અવારનવાર તેણીને પોતાના ઘરે કોઈ ન હોય ત્યારે બોલાવીને તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચાર્ય હતું. આ વચ્ચે તારીખ 11 એપ્રિલ 2021 ના રોજ આરોપીએ ભોગ બનનાર યુવતીના ઘરના સભ્યો કામ અર્થે બહાર ગયા હતા, ત્યારે તેમના ઘરે બોલાવીને સમાજમાં બદનામ કરવાની તેમજ મારી નાખવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ પછી ફરિયાદી પોતાના ઘરે જતા તેણીનો પતિ ઘરે આવી ગયો હતો અને ભોગ બનનાર ફરિયાદીને પૂછતા તેણે હિંમત કરીને પોતાના પતિને આરોપી અંગેની આ સઘળી બાબતો જણાવી દીધી હતી.
વર્ષ 2016 થી અવારનવાર આરોપી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવા અંગેની બાબતે યુવતીને તેણીના પતિ તથા ઘરના સભ્યોએ હિંમત આપી હતી.
જેથી ગત તારીખ 15 એપ્રિલ 2021 ના રોજ ખંભાળિયા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ અંગે આરોપી વિરુદ્ધ અહીંની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ કેસ નામદાર જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા ફરિયાદી તથા અન્ય મહત્વના સાક્ષીઓની લેવામાં આવેલી જુબાની તેમજ તબીબના નિવેદન સાથે મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી વિવિધ મુદ્દાસરની દલીલોને ધ્યાને લઈને એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.જી. મનસુરી દ્વારા આરોપી વશરામ જેઠાભાઈ કછટીયાને તકસીરવાન ઠેરવી, 10 વર્ષની સખત કેદ તથા રૂૂપિયા 12,500 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.