રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સમીર શાહ અને શ્યામ શાહને ચેક રિટર્ન કેસમાં દોઢ-દોઢ વર્ષની જેલ
રાજકોટમાં કેશ ક્રેડિટ ઉપર બેંકમાંથી લીધેલી લોન પેટે રૂૂ. 65 લાખનો ચેક રિટર્નના કેસમાં અદાલતે રાજમોતી ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર સમી2 શાહ અને શ્યામ શાહને દોઢ - દોઢ વર્ષની સજા અને ચેકની રકમ વળતર પેટે ન ચૂકવે તો વધુ છ - છ માસની કેદનો હુકમ કર્યો છે.આ કેસની હકીકત એવી છે કે રાજમોતી ઇન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીના ભાગીદારો સમીર મધુકાંતભાઈ શાહ તથા શ્યામ મધુકાંતભાઈ શાહને તેમની ભાગીદારી પેઢીના વિકાસ માટે નાણાકીય સવલતોની જરૂૂરિયાત હોવાથી ક્ધસોર્ટિયમ ફાઇનાન્સ અંડર લીડ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા કે જેમાં બેંક ઓફ ઇન્ડીયા, પરાબજાર શાખા, રાજકોટનો સમાવેશ થાય છે તે સહિતની બેંક ઓફ ઇન્ડિયામાંથી સી.સી. વ્યવહાર હેઠળ રૂૂા.21-25 કરોડની સી.સી. મંજૂર કરવામાં આવી હતી. જેમાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝનું લોન ખાતું એન.પી.એ. થતાં બેંક ઓફ ઇન્ડિયાએ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો પાસે બેંકની લેણી રકમ તેમજ ઓવરડ્યુ રકમની માંગણી ક2તાં સમીર મધુકાંતભાઈ શાહ અને શ્યામ મધુકાંતભાઇ શાહે બેંક ઓફ ઇન્ડિયાને રૂૂા. 65 લાખનો ચેક આપ્યો હતો. સદરહુ ચેક બેંક ઓફ ઇન્ડિયાએ શ્રી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના લોન ખાતામાં રજૂ ક2તાં વગર વસુલાતે 52ત ફ2તાં બેંક ઓફ ઇન્ડીયાએ રાજકોટ ચીફ જયુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં એન.આઈ. એકટની કલમ-138 હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી બેંક ઓફ ઇન્ડીયા તરફથી રજુ ક2વામાં આવેલ પુરાવાઓ તેમજ દલીલો ધ્યાને લઈ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીના ભાગીદારો સમીર મધુકાંતભાઈ શાહ તથા શ્યામ મધુકાંતભાઈ શાહને એન.આઈ. એકટની કલમ-138 ના ગુન્હા હેઠળ તકસીરવાર ઠરાવી પ્રત્યેક આરોપીને એક - એક વર્ષ અને 6 માસ એટલે કે 18 માસની સાદી કેદની સજા તેમજ ચેક મુજબની 2કમ વળત2 રૂૂપે એક માસમાં આરોપીઓએ ફરિયાદી બેંક ને ચુકવી આપવી, જો વળત2ની રકમ એક માસમાં આરોપી ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં બેંક વતી વકીલ તરીકે તરુણ એસ. કોઠા2ી, રાજ ટી. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયા હતાં.