ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇ

12:12 PM Aug 07, 2025 IST | Bhumika
Advertisement

ટ્રક અને ક્ધટેઇનરનું ભાડુ ચૂકવવાનું હતું તે ન ચૂકવ્યુ, બંન્ને સામે ગુનો નોંધાયો

Advertisement

શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી પોથી ક્ધટેઈનર-વાહનો ભાડે લઈ બાદમાં તેનું ભાડું ન ચુકવતા રાજકોટના બે ભાઈઓ સામે રૂૂ.7,58,500ની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. શહેરના સેકટર-8 વિસ્તારમાં આવેલી સાર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રા.લિમિટેડ નામની કંપની ફોરવર્ડિંગ તથા લોજીસ્ટીકના ભાગરૂૂપે આયાત-નિકાસ માટે ક્ધટેઈનરો ભાડે આપે છે. કંપનીના સેલ્સ મેનેજર એવા ફરિયાદી અમિત ઘનશ્યામ મેઘાણી પોતાની ઓફીસે હતા ત્યારે પરાગ એકઝીમ પેઢીના માલીક પરાગ જોબનપુત્રાના ભાઈ તેજસ જોબનપુત્રાએ ફોન કરી ... સેવા મુંબઈથી ડુંગળીનું ક્ધસાઈનમેન્ટ મળ્યું હોવાનું કહી ક્ધટેઈનર ભાડે જોઈતી હોવાની વાત કરી હમતી.

જેથી ફરીયાદીએ બ્રાઈન મેરીટાઈમ ઈન્ડિયા પ્રા.લિ.ના રોહન જગ...ને ફોનકરી પાંચ ક્ધટેઈનર ભાડે કરી આપ્યા હતા. બાદમાં આરોપીએ ટ્રકની વ્યવસ્થા કરી આપવા કહીને ફરીયાદીના કહેવા મુજબ રોહને નિરજ એકઝીમ એન્ડ લોજીસ્ટીકના સાગરભાઈ પાસેથી પાંચ ટ્રકની વ્યવસ્થા કરી હતી. બાદમાં વાહનોમાં ક્ધટેઈનર લોડ કરી નાસીક, નાગપુર ખાતે ડુંગળી ભરવા મોકલાવ્યા હતા જે દુબઈ જવાની હતી. આ ડુંગળીની રકમ તેજસ, પરાગ જોબનપુત્રાએ ચુકવવાની હતી પરંતુ તેમણે તે રકમ ન ચુકવતાં ડુંગળી માલીકે માલ પાછો ઉતારી લીધો હતો. પરંતુ ટ્રક અને ક્ધટેઈનરનું ભાડું રૂૂ. 7,58,000 થયું હતું. જે... આ ફરિયાદી પાસે ઉઘરાણી કરતી હતી પણ પરાગ, તેજસ જોબનપુત્રાએ તે રકમ ન આપતાં અને વાયદા કર્યા હતા. ગત તા.28/3/2025 થી 6/8/2025 દરમ્યાન બનેલા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામની ટ્રાન્સપોર્ટરની પેઢી સાથે ચાર ગઠિયાની રૂા.58.34 લાખની છેતરપિંડી
શહેરના લીલાશાહ નગરમાં રહેનારા જસદીપસિંહ, કમલજીતસિંઘ ધનોતા સેકટર 18-એ ખાતે ટ્રાન્સ શિપિંગ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે. તેમની આ પેઢીમાં અગાઉ મનપ્રિત ચહલ ભાગીદાર હતા, જે 2023માં છુટા થતા ફરિયાદી અને તેમના ભાઈ આ પેઢી ચલાવે છે આ છુટા પડેલા ભાગીદાર થકી ફરિયાદીનો બ્રાસ લોજિસ્ટિક પ્રા. લિમિટેડના આરોપી એવા સજીવકુમાર, રાજેશ, હરેશ અને બેન્સી સાથે સંપર્ક થયો હતો. આ કંપનીએ ફરિયાદી પાસેથી ભાડેથી ગાડીઓ લેવાનું ચાલુ કર્યું હતું, જેનું શરૂૂઆતમાં નિયમિત ભાડું અપાતું હતું. બાદમાં કોચીન ડિવિઝન માટે ગાડીઓ ભાડે રાખવામાં આવી હતી, જેના રૂૂા. 42,53,110ના 27 બિલ થયાં હતાં જે ટીડીએસ કાપી લઈ આરોપીઓએ જમા કરાવ્યું ન હતું બાદમાં ટુટીકુડી તમિલનાડુ ડિવિઝન માટે ગાડીઓ ભાડે રાખી હતી. જેનું રૂૂા. 14,69,410ના 19 બિલ થયાં હતાં આ આરોપીઓ પાસેથી રૂૂા. 58,34,350ની વારંવાર માંગ કરવા છતાં બાકી નીકળતી રકમ ન આપતા અંતે પોલીસ મથકે વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement