રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ દેવાની લાલચે રાજકોટના ભૂદેવ સાથે 8.24 લાખની છેતરપિંડી

12:12 PM Nov 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટના ડ્રીમસીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભૂદેવને કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચે કચ્છ-ભૂજના શખ્સ સહિત ચાર શખ્સોએ રૂા. 8.24 લાખની છેતરપીંડી કરતા આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો મુજબ રાજકોટના રૈયાધારમાં આવેલ શાંતિનગર મેઈન રોડ પર ડ્રીમસીટી એપાર્ટમેન્ટ બી-2 અને ફ્લેટ નં. 1204માં રહેતા અને કર્મકાંડનું કામ કરતા અશોક કુમાર જગજીવનભાઈ ધાંધિયા ઉ.વ.42એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે કચ્છના ભૂજ તાલુકાના મિરઝાપરના હિતેશ વેલજી પરમાર અને તેની સાથેના જગતભાઈ તથા વિનોદ અને દલપતભાઈ તથા તપાસમાં ખુલે તે તમામનું નામ આપ્યું છે. અશોકભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની ઓળખાણ કચ્છના મિરઝાપરના હિતેશ પરમાર સાથે થઈ હતી. હિતેશે ભૂજ ખાતે અલગ અલગ કંપનીમાં કર્મકાંડનો કોનટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી. અને હિતેશે અશોકભાઈ પાસેથી કટકે કટકે રૂા. 9.99 લાખ ગુગલપે મારફથે લીધા હતાં. ગોંડલ ખાતે આવેલી ઠાકશી ચા કંપનીમાં માર્કેટીંગ વિભાગમાં નોકરી કરતા અને કર્મકાંડનું કામ કરતા અશોકભાઈ સાથે વર્ષ 2007માં ત્યાં નોકરી કરતા હિતેશ પરમારનો સંપર્ક થયો હતો.

બાદમાં અશોકભાઈએ ઠાકરશી ચા કંપનીની નોકરી છોડી દીધી હતી. અને 11 મહિના પહેલા હિતેશનો ફોન આવ્યો હતો અને તમે કર્મકાંડનું કામ કરતા હો તો કચ્છમાં ભૂજ અને ગાંધીધામ તેમજ મુંદ્રા સહિતની અલગ અલગ જગ્યાઓએ આવેલી મોટી કંપનીમાં અમે ગાડીઓ ભાડા ઉપર અપાવવાનું કામ કરીએ છીએ. ત્યારે આ કંપનીમાં ભાગવત સપ્તાહ અને યજ્ઞો તેમજ વિવિધ ધાર્મિક કામ માટે કર્મકાંડી બ્રાહ્મણની જરૂર હોય તમને હું તેનો કોન્ટ્રાક્ટ અપાવી દઈશ તેવી લાલચ આપી હતી.

કંપનીમાં કોન્ટ્રાક્ટ માટે અશોકભાઈ પાસેથી રૂા. 9.99 લાખ મેળવ્યા બાદ હિતેશે કોઈ જવાબ નહીં આપતા ફોન કર્યો હતો. ત્યારે કંપનીના મેનેજર તરીકે ઓળખાણ આપનાર દલપત અને જગત સાથે ફોન પર વાત કરાવી કોન્ટ્રાક્ટ મંજુર થઈ જશે તેવી લાલચ આપી હતી. આમ કોન્ટ્રાક્ટ નહીં મળતા અશોકભાઈએ આ બાબતે ફરિયાદનું કહેતા હિતેશે રૂા. 1.75 લાખ પરત આપ્યા હતા અને બાકીની 8.24 લાખની રકમ પરત નહીં આપતા આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Tags :
crimefraudgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement