રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના યુવકનુ વ્યાજખોર દ્વારા અપહરણ : એકની ધરપકડ

04:29 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટના 80 ફૂટના રોડ પર સનેશ્વર પાર્ક શેરી નં.પમાં રહેતાં અને ઈમિટેશનનું 1 કામ કરતાં યજ્ઞેશ રમેશભાઈ રાંક નામના યુવકનું બે વ્યાજખોર દિનેશસિંહ ઠાકુર અને તેનો પુત્ર યશરાજસિંહ અપહરણ કરી ગયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.અપહરણને દસ દિવસ વિતી જવા છતાં તેનો કોઈ પત્તો નહીં લાગતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે.તાલુકા પોલીસે અપહૃત અને આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે.આ બનાવમાં દિનેશસિંહ ઠાકુરની ધરપકડ કરી તેની પૂછપરછ આદરી છે.
અપહૃત યજ્ઞેશભાઈના પત્ની હેતલબેન (ઉ.વ.32)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં તે કાલાવડ તાલુકાના પીપર ગામે રહેછે.તે પહેલાંસનેશ્વર પાર્કમાં રહેતાં હતા. ત્રણેક મહિના પહેલાં દિનેશ ઠાકુર તેના ઘરે આવ્યો હતો અને તેના પતિને જેમ ફાવે તેમ બોલી રૂૂપિયા પાછા આપી દેજે નહીંતર જીવવું મુશ્કેલ બની જશે તેવી ધમકી આપી જતો રહ્યો હતો. ત્યારબાદ તેના પતિને પૂછતાં કહ્યું કે દિનેશ તેનો મિત્ર છે. તેની પાસેથી તેણે વ્યાજે પૈસા લીધા હતા. પરંતુ હાલમાં ખેંચ હોવાથી પૈસા આપી શક્યો નથી. આ પછી દિનેશ અવાર-નવાર તેના ઘરે આવી પૈસાની ઉઘરાણી કરી, ધાક- ધમકી આપતો હતો. એક દિવસ તેના પતિએ કહ્યું કે તેણે દિનેશને પૈસા આપી દીધા છે. આમ છતાં વધુ પૈસાની માંગણી કરે છે.
આખરે દિનેશના ત્રાસથી કંટાળી વિસેક દિવસ પહેલાં ગામડે રહેવા જતાં રહ્યા હતા. તેનો પતિ અપડાઉન કરતો હતો. ગઈ તા.9ના રોજ તેનો પતિ ગામડેથી નીકળ્યા બાદ બીજા દિવસ સુધી પરત નહીં આવતાં ચિંતા થવા લાગી હતી. જેથી પતિને ફોન કરતાં કહ્યું કે હું દિનેશ સાથે છું, અમે સુરત છીએ, તમે ચિંતા કરતા નહીં. આ પછી ફોન મૂકી દીધો હતો. બીજા દિવસે તેના પતિએ તેના સાસુના મોબાઈલમાં કોલ કરી જણાવ્યું કે તે 150 ફૂટ રિંગ રોડ ઉપર ઉભો હતો ત્યારે દિનેશ અને તેના પુત્ર યશરાજે તેનું કારમાં અપહરણ કરી લીધું છે. હવે રૂૂપિયાની વ્યવસ્થા કરશે એટલે તેને જવા દેશે, હાલમાં ઉદયપુર છે, જયાં દિનેશના જાણીતાની
હોટલમાં રોકાયેલા છે. ગઈતા.15નાં રોજ તેના પતિએ ફરીથી એક ફોન કરી કહ્યું કે હાલ તે દિનેશ સાથે છે, મિત્રોને મળી રૂૂપિયાની વ્યવસ્થા કરી લેશે, તેના વકીલ કે.સી.ને પણ મળવા જશે કારણ કે તે દિનેશને પણ ઓળખે છે. જેથી કે.સી. સમજાવશે એટલે દિનેશ માની જશે અને સાંજ સુધીમાં તે ઘરે પરત આવી જશે. આ કોલ પછી તેના પતિનો મોબાઈલ બંધ આવે છે, કોઈ સંપર્ક પણ થતો નથી, તેના પતિએ જે જગ્યાની વાત કરી હતી ત્યાંના ગઈ તા.10ના સીસીટીવી ફૂટેજ કઢાવતાં તેમાં દિનેશ અને તેનો પુત્ર તેના પતિને સ્વીફટ કારમાં બેસાડીને લઈ જતાં હોવાનું દેખાયું છે. આજ સુધી પતિ પરત નહીં આવતાં આખરે ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ તાલુકા પોલીસે અપહરણ, ધમકી આપવી અને મનીલેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી દિનેશસિંહ ઠાકુરને પકડી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Tags :
arrestedmoneylenderOneRajkot youth abducted by
Advertisement
Next Article
Advertisement