રાજકોટની પરિણીતાને બીજી દીકરી જન્મતા સાસરિયાંનો ત્રાસ : ફરિયાદ
રૈયા રોડ પર જાગૃતીદીપ એપાર્ટમેન્ટમાં રહેતાં ધર્મિષ્ઠાબેન (ઉ.વ.40) એ પતિ જીતેશ મેપાભાઈ માણેક, દિયર-વિરેન, કાકીજી સાસુ-હિરાબેન અને કાકીજી સાસુના પુત્ર રાજેશ્ ને ભરત (રહે. બધા દ્વારકા) સામે ગાળો દઈ ઝઘડો કરી છુટાછેડા આપવાનું કહી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નધાવી છે.
ધર્મિષ્ઠાબેને પોલીસને જણાવ્યું કે, તેનાલગ્ન 2007માં થયા હતાં. સંતાનમાં બે પુત્રી છે. બીજી પુત્રીના જન્મ બાદ પતિનું તેના પ્રત્યનું વર્તન બદલાય ગયું હતું. બીજી પુત્રીનો જન્મ થયો તે પતિને ગમ્યુ ન હતું. પતિને પુત્રની ઈચ્છા હતી. પતિને અન્યયુવતી સાથે આડા સંબંધ હોય તેયુવતી તેના પતિને ચઢામણી કરતી હતી. જેના કારણે તેને પતિ માર મારતો હતો.
પતિ દારૂૂ પીને ઘરે આવતા તેને પુછતા તારે મને કાંઈ પુછવાનુ જ નહી, ગમે ત્યારે ઘરે આવું કહી ઝઘડો કરી મારકુટ કરતો હતો. દિયર પણ સંતાનોમાં પુત્રી હોવાથી મેણા ટોણા મારતો હતો.કાકીજી સાસુ અને તેના બને પુત્રો ઘરે આવી પતિને ચઢામણી કરતાં હતાં અને તેને અવારનવાર છુટાછેડા લેવાનું કહી ત્રાસ આપતા તે પિયર આવતા રહ્યા બાદ ફરીયાદ નોંધાવી હતી.