રાજકોટની મહિલા સોનાના જથ્થા સાથે ઝડપાઇ
અબુધાબીથી અમદાવાદની ફલાઇટમાં ઉતરતા જ ઝડપી લેવાઇ, સોની વેપારીએ ‘ખેપ’ મરાવ્યાનું ખૂલતા ચકચાર
અમદાવાદ એરર્પોટ પરથી દાણચોરથી અબુધાબીથી સોનું લઇને આવેલી રાજકોટની એક મહિલા ઝડપાતા ભારે ચકચાર જાગી છે. આ મહિલાની પુછપરછમાં રાજકોટના મોટા સોની વેપારીએ મહિલા પાસે સોનાની ખેપ મરાવી હોવાનું ખૂલતા આગામી દિવસોમાં આ અંગે તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.
અમદાવાદ એરપોર્ટ પરથી સોમવારે અબુધાબીથી જીન્સમાં છૂપાવીને લવાયેલું 2.76 કરોડનું સોનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપાયું હતું. ત્યાં લેગિંગ્સમાંથી ગોલ્ડ સ્પ્રે 382.170 ગ્રામ સોનું જપ્ત કર્યું રાજકોટની મહિલા દુબઇથી 34.73 લાખનું સોનું લેગિંગ્સના બે પડ વચ્ચે સંતાડીને દાણચોરી કરતા ઝડપાઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મળેલી માહિતીના આધારે આ મહિલાને ઝડપીને તેની લેગિંગ્સમાંથી ગોલ્ડ સ્પ્રે 382.170 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું.
અમદાવાદ કસ્ટમ્સની અઈંઞ ટીમને મળેલી માહિતીના આધારે 25 માર્ચ 2025ના રોજ દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ નં. 6ઊ-1478 માંથી એક મહિલા મુસાફરને અટકાવી હતી. તપાસ દરમિયાન તે મહિલા મુસાફર પાસે 24 કેરેટના 382.170 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જે ગોલ્ડ સ્પ્રે પેસ્ટ અને કેમિકલના મિશ્રણમાંથી બનાવવામાં આવ્યું હતું.
આ સોનાને મહિલા મુસાફરે પહેરેલી લેગિંગ્સના બે સ્તર (પડ) વચ્ચે સંતાડ્યું હતું. આ જપ્ત થયેલા સોનાની બજાર કિંમત રૂૂ. 34,73,925 છે. કસ્ટમની તપાસમાં આ મહિલા મુસાફર રાજકોટની રહેવાસી છે. આ સોનું કોના માટે લાવ્યા હતા વગેરે બાબતે ઝીણવટીભરી પૂછતાછ કરીને તપાસ હાથ ધરતા રાજકોટના એક સોની મહાજનનું નામ ખૂલતા ભારે ચકચાર જાગી છે.