For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર સણોસરામાં હુમલો

03:27 PM Jan 27, 2025 IST | Bhumika
રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર સણોસરામાં હુમલો

ચેતન કથીરિયા શાળાએ ધ્વજવંદન કરી ઘરે જતા હતા ત્યારે હુમલો કરાયો: પોલીસમાં નોંધાતો ગુનો

Advertisement

રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરીયા પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આજે તેઓ ધ્વજવંદન કરીને ગામના ડાયાભાઇના બાઇકમાં બેસી ઘરે જવા નીકળ્યા, ત્યારે ગ્રામ પંચાયતના ગેઇટ પાસે આંતરી ઇલ્યાસ શેરસીયા દ્વારા લોખંડના પાઇપથી હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં ઇલ્યાસ વિરૂૂધ્ધ ચેતન કથિરીયાએ ફરિયાદ કરી હતી તેનો ખાર રાખી હુમલો કરવામાં આવતા હાલ કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

રાજકોટના કુવાડવા નજીક સણોસરા ગામે રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના ચેરમન ચેતન ચંદ્રેશભાઇ કથીરીયા (ઉ.વ.35) ઉપર પ્રજાસત્તાક પર્વની સવારે ગ્રામ પંચાયતના ગેઇટ નજીક જ ગામના જ રહેવાસી ઇલ્યાસ રહીમભાઇ શેરસીયાએ લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં પગમાં અને હાથમાં ઇજા થતાં કુવાડવા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તબિબી નિદાન થતાં હાથના અંગુઠામાં ફ્રેકચર થયાનું જણાયું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. રજયા સહિત સ્ટફ હોસ્પિટલે પહોંચી ચેરમેન ચેતનભાઈ કથિરીયાની ફરિયાદ પરથી આરોપી ઇલ્યાસ વિરૂૂધ્ધ બીએનએસની કલમ 115(2), 117(2), 352, જીપીએકટ 135 મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

ચેતન કથિરીયા પ્રાથમિક શાળાએ ધ્વજવંદન કરીને ઘરે જવા ગામના ડાયાભાઇ ફાંગલીયાના મોટરસાઇકલમાં બેસીને જતા હતા, ત્યારે ગ્રામ પંચાયતના ગેઇટ પાસે જ ઇલ્યાસે તેમને આંતરી ગાળો દઇ લોખંડના પાઇપથી હુમલો કરી દીધો હતો. બનાવને પગલે આગેવાનો, ગામલોકો પણ હોસ્પિટલે દોડી ગયા હતાં. સારવાર બાદ તેમને રજા અપાઇ હતી. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં ઇલ્યાસ વિરૂૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હોઇ તેનો ખાર રાખી તેણે આ હુમલો કર્યાનું સામે આવ્યું છે.

એક વર્ષ પહેલાં થયેલા હુમલાનો ખાર રાખી આરોપી પાઇપ લઇ ચેતન પર તૂટી પડયો
રાજકોટ શહેરમાં એક વર્ષ પહેલા સણોસરા ગામે ઇલ્યાસને પાંચેક શખ્સોએ ઢોર મારમાર્યો હોવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ ઘટનામાં સામસામે ગંભીર આક્ષેપો થયા હતા. ત્યારબાદ ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ કરી હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ. બાદમાં કુવાડવા પોલીસે ઘટના અંગે તાલુકા પંચાયતના પ્રમુખ સહિતનાઓ વિરૂદ્ધ ગુનો નોંધયો હતો. આ ફરિયાદ બાદ બંન્ને પક્ષે વેરઝેર ચાલતુ હોય જેનો ખાર રાખી 26 જાન્યુઆરીના રોજ ઇલ્યાસે ચેતન કથિરીયા પર હુમલો કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement