મુસાફરોને લૂંટતી રાજકોટની રિક્ષાગેંગ ઝડપાઇ
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ શોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કોલાદરા નાઓની સુચના અને માર્ગદર્શંથી રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.11193050240520/2024 ઇ.ગ.જ.-2023 ની કલમ 303(2),54,112(બી) મુજબના ગુન્હાના કામે રાજુલા સરકારી હોસ્પિટલની સામે આવેલ રોડ ઉપર ફરીયાદીને રિક્ષામાં બેસાડી ફરીયાદીના ખીસ્સા માંથી રોકડ રૂૂ.10,000/-ની ચોરી કરી નાશી ગયેલ આરોપીની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેક્નીકલ સોર્સ આધારે રાજુલા આગરીયા જકાત નાકા પાસેથી સદરહુ ગુન્હામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે બે પુરૂૂષ ઇસમો તથા એક મહિલા ઇસમને ઓટો રિક્ષ્રા સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરી છે.
રાજુલા પોલીસે (1) દિપક ઉર્ફે રૂૂત્વીક કરમશીભાઇ સોલંકી ઉ.વ.22 ધંધો.વેપાર રહે.રાજકોટ,રણુજા મંદીર સામે,લાપાસડી રોડ,વેલનાથ પરા-2 તા.જી.રાજકોટ (2) જેનીશ રાજેશભાઇ ચૌહાણ ઉ.વ.21 ધંધો.હિરાકામ રહે.રાજકોટ,વાણીયા વાડી,મેઇન રોડ,અવંતીકાપાર્કની બાજુમાં,વાલ્કેશ્વર સોસાયટી,શેરી નં-6 તા.જી.રાજકોટ (3) ચકુબેન વા/ઓ પ્રવીણભાઇ વેકરીયા ઉ.વ.50 ધંધો.ઘરકામ રહે.રાજકોટ,ખોડીયાર પરા,કાનાભાઇનુ મફતીયુ તા.જી.રાજકોટ વાળાને રોકડ રકમ રૂૂ.9100/- રિક્ષા આરટીઓ રજી.નં.જીજે.03.સીટી .0050 ની જેની કિ.રૂૂ.2,00,000/- 4 મોબાઇલ ફોન નંગ જેની કિ.રૂૂ.30,000/- સહિતનો મુદામાલ કબજે કર્યો છે.
આરોપીઓ પોતાની ઓટો રિક્ષા લઇ ગુજરાતના અલગ અલગ જીલ્લાઓના ધાર્મિક સ્થોળોએ તેમજ બસ સ્ટેશન પાસે તથા ભીડ ભાડ વાળી જગ્યાઓમા જઇ રિક્ષામા પેસેન્જરને બેસાડી તેના પાસે બેસી આરોપીઓ રિક્ષામા બેસાડેલ પેસેન્જરને સીટમા ધકકા મુકી કરી પેસેન્જરના ખીસ્સમા રહેલ રોકડ રૂૂપિયાની ચોરી કરી ગુન્હોઓ કરવાની ટેવ ધરાવે છે. રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કોલાદરાની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એમ.એફ.ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હેડ કોન્સ. હરેશભાઇ નાનજીભાઇ બાંભણીયા તથા પો.કોન્સ.ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. રવિરાજભાઇ બાબુભાઇ વરૂૂ તથા ટાઉનબીટના એ. એસ. આઇ. રાણાભાઇ કાબાભાઇ વરૂૂ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા દ્રારા કરવામાં આવી હતી.