રાજકોટ રેલવે સ્ટેશને બરૌની એક્સપ્રેસમાંથી દેશી તમંચો અને બે કારતૂસ રેઢા મળ્યા
બરૌનીથી રાજકોટ આવેલી ટ્રેનમાંથી તમંચો અને કારતુસ બીન વારસુ મળી ઐાવતા રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રેલવેમાં ટ્રેન મારફતે ગેરકાયદેસર હથિયારની હેરાફેરી થતી હોવાની શંકાએ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. રેલવેમાં ટ્રેન મારફતે અન્ય રાજ્યમાંથી આવતા પરપ્રાંતિયો ગેરકાયદે હથિયાર લાવતા હોય જેને પગલે રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાં સતત ચેકીંગ કરવામાં આવતું હોય રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાં આવતા મુસાફરો ઉપર વોચ રાખવામાં આવતી હોય તે દરમિયાન બરૌનીથી રાજકોટ આવેલી ટ્રેન નં. 09570 બરૌની સાપ્તાહિક ટ્રેનના કોચ નં. એસ-5 અને એસ-6ની વચ્ચે કોરીડોરમાં પ્લાસ્ટિકની નાની થેલીમાં છુપાવેલ તમંચો અને બે કારતુસ બીન વારસી મળી આવ્યા હતાં. ટ્રેનમાં સફાઈ કામ કરતા સફાઈ કર્મચારીને આ થેલી રેઢી મળતા પોલીસને જાણ કરી હતી. રેલવે પોલીસના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. પી.એન. સીંગરખીયા તથા એસઓજીના પીઆઈ એચ.કે. શ્રીમાલી તથા સ્ટાફના પીએસઆઈ બી.પી. વપેગડા અને હિતેશભાઈ તેમજ સિધ્ધરાજસિંહ સહિતના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી છે.