પંજાબમાં લઠ્ઠાકાંડ બાદ રાજકોટ પોલીસના દેશી દારૂના ડઝનેક અડ્ડા પર દરોડા
દેશી દારૂ સાથે મહિલા સહિત ડઝનેક શખ્સો સામે કાર્યવાહી
ક્રાઈમ બ્રાંચની ટીમે કુવાડવા પાસેથી 2.89 લાખની દારૂ ભરેલી કાર સાથે બે બૂટલેગરને દબોચી લીધા
પંજાબમાં કેમિકલ યુક્ત દારૂૂ પીધા બાદ થયેલ લઠ્ઠાકાંડમાં 20 થી વધુ લોકોના મોત નીપજ્યા છે ત્યારે પંજાબ જેવું રાજકોટમાં પુનરાવર્તન ન થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા કોઠારીયા સોલ્વન્ટ, ખોખડદળ, આજીડેમ પાસે, હુડકો નજીક મફતીયાપરા,મોરબી રોડ વેલનાથપરા,ભગવતીપરા અને ગોકુલધામ આવાસ યોજના વિસ્તારમાં દેશી દારૂૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડામાં ડઝનેક શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ દારૂૂના દરોડામાં ભગવતીપરા મેઇન રોડ બદરી પાર્ક આવાસ યોજનાના ક્વાર્ટર પાસેથી સદામ મહમદ હાલા,સહકાર મેઈન રોડ ઘનશ્યામનગરમાંથી જાનવીબેન જીગ્નેશભાઈ વાવડીયા,દેવપરા મેઈન રોડ શ્રમ શ્રદ્ધા ચોક પાસેથી મુકેશ ખોડા અઘોલા,ખોખડ દડ પાસે મીરા ઇન્ડસ્ટ્રીઝ પાસેથી વિપુલ ઉર્ફે વિપલો વિઠ્ઠલભાઈ ઝાપડીયા,કોઠારીયા સોલાવન્ટ વર્ધમાન ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી રાજુ દડુ સાડમિયા,હુડકો ચોકડી મફતિયા પરામાંથી મુકેશ નરશીભાઈ દાણીધારીયા અને તેમના મંજુ ખોડા સોલંકી,માંડા ડુંગર અજય વે બ્રિજ પાસેથી ઇમરાન સલીમ ભટ્ટી, કોઠારીયા ગામ ગુલાબ નગર શેરી નંબર.5 માંથી હિતેશ દાનસિંગ ઝાલા, રણુજા મંદિર પાસે વેલનાથ પરા નજીક થી ભરત જાદવ શરરીયા અને ગોકુલધામ આવાસ યોજના પાસેથી સંજય રઘુ ડોડીયાને દેશી દારૂૂ સાથે ઝડપી લઇ તેઓને સામે પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે પીસીબીના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે.હુંણ, એએસઆઈ મયુરભાઈ પટેલ, સંતોષભાઈ મોરી, કરણભાઈ મારૂ, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, હિરેનભાઈ સોલંકી, વાલજીભાઈ જાડા સહિતના સ્ટાફે આજી ડેમ વિસ્તારમાં આવેલા માંડાડુંગર ભીમરાવનગર પાસેથી રામદેવ ભરતભાઈ ચૌહાણ, મુકતાબેન જયંતિભાઈ પરમાર, મનસુખભાઈ ગોવિંદભાઈ પરમાર, ગૌતમ ઉર્ફે મહારાજ અરવિંદભાઈ દુધરેજીયા સહિતનાઓએ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં.
જ્યારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઈ એમ.કે.મૌવલીયા, એએસઆઈ રણજીતભાઈ પઢારીયા, સંજયભાઈ દાફડા, વિજયરાજસિંહ જાડેજા અને તુલસીભાઈ ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીને આધારે કુવાડવા ગામથી ભાવનગર રોડ પર જતી એક ક્રેટા કારને ચાંદની હોટલ પાસે અટકાવી તેની તલાસી લેતાં તેમાંથી અલગ અલગ બ્રાંડની 975 બોટલ રૂા.2.89 લાખની મળી આવી હતી. આ સાથે પોલીસે કારમાં બેઠેલા અમરત પુનમારામ મેઘવાડ (રહે.રાજસ્થાન) કારા ઉર્ફે કાનો હિરાભાઈ ટોળીયા (રહે.જામનગર રોડ ઘંટેશ્ર્વર પચ્ચીસવારીયા કવાર્ટર)ને ઝડપી લીધા હતાં. બન્નેની પુછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવ્યા હોવાનું કબુલાત આપી હતી અને દારૂ મંગાવનાર કારો ઉર્ફે કાનો રસ્તામાંથી કારમાં બેસી ગયો હતો.
તરઘડિયા ચોકડી પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયો
240 બોટલ સાથે સુરતનો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો એજન્ટ ઝડપાયો, ગોવાથી દારૂ ભરીને આવતો હોવાની કબૂલાત
રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડીયા ચોકડી પાસે રામધામ આશ્રમ નજીક ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારની એલસીબીનાં પીએસઆઇ બી.વી. ચુડાસમા, એએસઆઈ મનરૂપગીરી ગૌસ્વામી, એએસઆઈ ભરતભાઈ વાઘેલા, સતુભા જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજભાઈ પટગીર, હિતેશભાઈ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે એક ફોર્ચ્યુનર કારમાંથી એક શખ્સ દારૂ ભરે છે જેથી એલસીબીની ટીમે બાતમીને આધારે તરઘડીયા ચોકડી પાસે રામધામ આશ્રમ નજીક વોચ ગોઠવી અને ફોર્ચ્યુનર કાર જીજે.36 બી.3636ના ચાલકને પકડ તેની પુછપરછ કરતાં ચાલકે પોતાનું નામ દિક્ષીત મનસુખભાઈ સતાસીયા હોવાનું જણાવ્યું હતું અને પોતે સુરતના કામરેજ ગામમાં નિલકંઠ રેસીડેન્સીમં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો એજન્ટ હોવાની કબુલાત આપી હતી. દારૂ અંગે પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો પોતે ગોવાથી લાવ્યો હોવાની કબુલાત આપતાં પોલીસે તેની વધુ પુછપરછ શરૂ કરી છે તેમજ પોલીસે જણાવ્યું હતું કે, દિક્ષીત કાર લઈને પસાર થતો હતો તે સમયે તેને કારને રામધામ આશ્રમ નજીક અકસ્માત સર્જાયો હતો અને કારમાં રહેલો દારૂ પોતે થેલામાં ભરતો હતો ત્યારે એલસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો.