રાજકોટના દૂધના વેપારી સાથે રોકાણની લાલચ આપી 60 લાખની ઠગાઇ
ઘરે તપાસ કરતા આરોપી ઘર મુકી ભાગી ગયો, તાલુકા પોલીસમાં ફરિયાદ
શાપરમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાનું મશીન છે તે ધંધામાં રોકાણ કરવાનું કહી ગઠિયો વેપારી પાસેથી પૈસા પડાવી ગયો
રાજકોટ શહેરમા દોઢસો ફુટ રીંગ રોડ પર આસ્થા રેસીન્ડસી પાછળ સનસાઇન સીટીમા રહેતા દુધનાં વેપારીને રોકાણ કરાવી નફાની લાલચ આપી કટકે કટકે 60 લાખ રૂપીયા ઓળવી જનાર ગઠીયા સામે તાલુકા પોલીસ મથકમા છેતરીંડીની ફરીયાદ નોંધાઇ છે.
દોઢ ફુટ રીંગ રોડ પર આવેલી સનસાઇન સીટી શેરી નં ર પિતૃ કૃપા મકાનમા રહેતા અશ્ર્વિનભાઇ વશરામભાઇ પાઘડાળ (ઉ.વ. 46 ) એ પોતાની ફરીયાદમા રોહન કરશનભાઇ વેકરીયા વિરુધ્ધ તાલુકા પોલીસ મથકમા છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવી છે. અશ્ર્વીનભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ અલગ અલગ વિસ્તારમા દુૂધનો વેપાર કરે છે . અને તેમને પાચેક વર્ષ પહેલા આસ્થા રેસીડેનસી બહાર રોહન વેકરીયા રહેતો હોય તેની સાથે ઓળખાણ થઇ હતી અને ત્યારબાદ બંને મિત્રો બન્યા હતા. ત્યારબાદ 2023 ની શાલમા અશ્ર્વિનભાઇ પટેલ આસ્થા રેસીડેન્સી પર પોતાની બેઠકે બેઠા હતા ત્યારે રોહન તેમની પાસે આવ્યો હતો અને તેમણે વાત કરી હતી કે શાપરમા તમે એક પ્લાસટીકનાં દાણા બનાવવાનુ મશીન મુકયુ છે. તમે પૈસા રોકો તેમ કહી નફાની લાલચ આપી હતી. અને પ ટકા લેખે ભાગ આપવાનુ પણ જણાવ્યુ હતુ અને ત્યારબાદ રોહન વેકરીયાએ. પૈસાની માગણી કરી હતી.
ત્યારબાદ ફરીયાદી અશ્ર્વીનભાઇ પટેલને મકાન પર લોન લઇ લેવા જણાવ્યુ હતુ અને મકાનનો હપ્તો આ રોહન વેકરીયા ભરશે તેવુ જણાવ્યુ હતુ ત્યારબાદ તા. 15-5 નાં રોજ અશ્ર્વિનભાઇ ઘરે હતા . ત્યારે રોહનનો કોલ આવ્યો હતો પાંચ લાખની માગણી કરતા ઘરે દુધનાં રોકડા ભરેલા પ લાખ રોહનને આપ્યા હતા. ત્યારબાદ મકાનની લોન હતા. 2-6-23 નાં રોજ મંજુર થતા અશ્ર્વિનભાઇ ખાતમા 33.29 લાખ ખાતામા રોકડા જમા થયા હતા.
ત્યારબાદ રોહને તેમની બેંક ડીટેઇલ મોકલતા તેમણે દશ લાખ રૂપીયા હતા . આમ તેમને અલગ અલગ સમયે 10-11-23 સુધીમા કુલ 1 કરોડ રૂપીયા હતા . ત્યારબાદ આ રોહન તેમાથી 4ર લાખ રૂપીયા પરત આપી દીધા હતા . અને રોહન પાસેથી બાકી નીકળતા રૂ. 6 લાખ તેમની પાસેથી માગણી કરતા રોહન વેકરીયા અલગ અલગ બહાના આપતા હોય અને તેમનાં તરફ તપાસ કરતા તે ઘર મુકી કયાક ભાગી ગયો હોવાનુ જાણવા મળતા અંતે તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી. આ મામલે પીએસઆઇ એમ. આઇ શેખ બનાવ અંગે તપાસ ચલાવી રહયા છે. આ ઘટના અંગે પી.આઈ. હરિપરાના માર્ગ દર્શન હેઠળ આરોપીના ઘરે તપાસ કરતા આરોપી મળી આવ્યો ન હતો.