રાજકોટના જ્વેલર્સ શોરૂમના માલિક પાસેથી 17 લાખનું સોનુ દાગીના બનાવવા લીધા બાદ પરત નહીં આપી ઠગાઇ
રાજકોટના જવેલર્સના શોરૂૂમના વેપારી પાસેથી દાગીના બનાવવા મૂળ રાજસ્થાનના પાલીના વેપારી 16.99 લાખનું 200 ગ્રામ સોનુ લઇ ગયા બાદ પરત નહીં આપી બહાના બતાવી છેતરપીંડી કરતી ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધવામાં આવી છે.વધુ વિગતો મુજબ,ગાયત્રી નગર મેઈન રોડ વસુધારા એલીગન્સ બી-504માં રહેતા અનિલભાઇ ચંદુભાઈ રાધનપુરા(ઉ.વ.63)એ ફરિયાદમાં વિરેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઇ સોની(રહે. મોરબી રોડ જુના જકાત નાકા પાસે આર. કે. ડ્રીમ લેન્ડ એપાર્ટમેન્ટ બી વીંગ ત્રીજો માળ ફલેટ નં. 303)નું નામ આપતા તેમની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પેલેસ રોડ 19 પ્રધ્યુમન શોપીંગ સેન્ટર રાજમંદીર કોલ્ડ્રીંક્સ સામે ત્રિશુલ જ્વેલર્સ નામે દુકાન ધરાવી સોના-ચાંદીના દાગીનાનો.છેલ્લા ચાલીસેક વર્ષથી વેપાર કરૂૂ છુ અને વિરેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઇ સોની વાળા પેલેસ રોડ શીલ્પા જવેલર્સ વાળી શેરી શ્રી કોમ્પ્લેક્ષ દુકાન નં. 202 શ્રી વિનાયક ગોલ્ડ નામે દુકાન ધરાવી સોનાની મજુરીકામ તથા વેપાર કરતા હોય અને અવાર નવાર સોનીબજારમાં અમને મળતા હોય જેથી દોઢેક વર્ષ પહેલા મારે પણ સોનાના દાગીનાની મજુરીકામ કરવા બહાર દેવાનુ હોય જેથી મે આ વિરેન્દ્રભાઇને વાત કરતા તેઓ સહમત થયા હતા.
હુ તેઓને સોનાની મજુરીકામ કરવા માટે ફાઇન સોનુ આપતો હતો અને તેઓ સોનાના દાગીના બનાવી વેચાણ કરી તેમાથી મને નફો આપી દેતો હતો જેથી અમારે બન્ને વચ્ચે ધંધાકીય સંબંધો હતા. ગઇ તા.28/01ના રોજ બપોરના હુ મારી દુકાને હાજર હતો ત્યારે આ વિરેન્દ્રભાઈ મારી દુકાને આવી મને કહેલ કે તમે મને 200 ગ્રામ ફાઇન સોનુ દાગીના બનાવવા માટે આપો અને હુ તમને અઢી મહિનામા પરત આપી દઈશ અને આ વિરેન્દ્રભાઇ સાથે મારે છેલ્લા દોઢેક વર્ષથી ધંધાકીય સબંધ હોય જેથી વિશ્વાસ રાખી આ વિરેન્દ્રભાઇને ઉછીના પેટે 200 ગ્રામ ફાઇન સોનુ જેની જી.એસ.ટી. સહિત કિં.રૂૂ.16,99 ,500/- થતી હોય જેનુ મે આ વિરેન્દ્રભાઈને તા.28/01થી બીલ આપ્યું હતું.
જેમા મારી તથા આ વિરેન્દ્રભાઇની સહી છે.બાદ અઢી મહિના વિતી જવા છતા આ વિરેન્દ્રભાઇએ મને મારૂૂ સોનુ કે રૂૂપીયા પરત આપેલ ન હોય જેથી મે વિરેંદ્રભાઈને અવાર નવાર ફોન કરી તેઓને આપેલ ફાઇન સોનુ કે સોનાના રૂૂપીયા માંગતા તે ઓ બહાના બતાવતા હોય જેથી હુ વિરેંદ્રભાઇની દુકાને ગયેલ તો દુકાન પણ બંધ હોય અને મને જાણવા મળેલ કે આ વિરેન્દ્રભાઇ પોતાનો ફ્લેટ વેચી પોતાના પરીવાર સાથે કયાંક જતા રહ્યાનુ જાણવા મળતા તેમની સામે અંતે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.