મુંબઈની સહારા હોટલમાં મિટિંગ યોજી રાજકોટના રોકાણકારોને શીશામાં ઉતાર્યા
BZ જેવું કૌભાંડ
રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. મળતી વિગતો મુજબ રાજકોટના કોઠારિયા રોડ પર બાલાજી એપાર્ટમેન્ટમાં શક્તિ સોસાયટી નજીક બસ્કતી નગરમાં રહેતા અને સાબુ અને પાઉડરની એજન્સી ચલાવતા મોહસીનભાઈ રસીદભાઈ મુલતાણી સહિતના રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ રૂબરૂ મળીને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ બ્લોકવોરા કંપનીના ફાઉન્ડર અંકલેશ્ર્વરના ફિરોઝ દિલાવર મુલતાણી, તેના ભાગીદાર નિતિન જગત્યાની, સૌરાષ્ટ્રના હેડ મુળ લીંબડીના અમિત મનુભાઈ મુલતાણી, સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદીન સતાક મુલતાણી અને ગુજરાતના હેડ મક્સુદ સૈયદનું નામ આપ્યું છે.
ફરિયાદમાં મોહસીનભાઈએ જણાવ્યા મુજબ આ ટોળકીએ લીંબડીમાં જ્ઞાતિનું સંમેલન બોલાવ્યું હતું. જ્યાં તેનો પરિચય ફિરોઝ સાથે થયા બાદ આ કંપનીના ફાઉન્ડર તથા ભાગીદાર સહિતના 6 શખ્સો રાજકોટ આવ્યા હતાં. અને રાજકોટમાં મોહસીનભાઈ સહિતના અન્ય વેપારીઓ અને મિત્રોને બ્લોકવોરા કંપનીના રોકાણની વાત કરી હતી. તેમણે લોન્ચ કરેલી ક્રિપ્ટો કરન્સી ઝઇઅઈ માં રૂા. 4.25 લાખનું રોકાણકરો તો દરરોજના રૂા. 4000નું વળતર મળશે. તેવી લાલચ આપી હતી તેમજ આ ક્રિપ્ટો કરન્સીનો ભાવ ભવિષ્યમાં 300 ડોલર સુધી પહોંચી જશે અને કરોડો રૂપિયાનો નફો મળશે તેવી લાલચ આપી હતી.
જેથી મોહસીનભાઈએ તેમાં રૂા. 13 લાખનું રોકાણ કર્યુ હતું. તે ઉપરાંત રાજકોટના રજાકભાઈ નિઝામભાઈ મુલતાણીએ રૂા. 3.25 લાખ, સોહિલભાઈ ભટ્ટીએ રૂા. 5.25 લાખ, સાહિલ રજાકભાઈ મુલતાણીએ રૂા. 3.50 લાખ, રિયાઝ રઝાકભાઈ મુલતાણીએ રૂા. 5 લાખ, ઝાવેદ બાબુભાઈ મુલતાણીએ 4.25 લાખ, કમલેશભાઈ શોકભાઈ ખેરે રૂા. 5 લાખ, મનીષભાઈ નરેન્દ્રભાઈ લશ્કરીએ રૂા. 5.50 લાખ, રહિમભાઈ મમદભાઈ જામે રૂા. 8.50 લાખ, સરફરાઝભાઈ અહેમદભાઈ મોગલે રૂા. 5 લાખ અને સાવનભાઈ સલીમભાઈ મુલતાણીએ રૂા. 5.92 લાખનું એમ કુલ 68 લાખનું રોકાણ કર્યુ હતું. આ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોને આઈડી વેચી અને વળતર મેળવી શકશો તેવી લાલચ આપી આ કરન્સીનો ભાવ રૂા. 300 ડોલર પહોંચશે તેવી લાલચમાં આ રાજકોટના 12 રોકાણકારો ઉપરાંત અન્ય રોકાણકારોને ઝાળમાં ફસાવવા માટે હોટલમાં મીટીંગ બોલાવવામાં આવી હતી અને મોબાઈલમાં ઝુમ મીટીંગ દ્વારા મુંબઈની સહારા હોટલ તેમજ અન્ય ફાઈવસ્ટાર હોટલમાં મીટીંગનો વીડિયો દેખાડ્યો હતો.
થોડા સમય બાદ એટલે કે આશરે બે વર્ષ સુધી રોકાણકારોને કોઈ વળતર નહીં મળતા આ કંપનીના ફાઉન્ડર ફિરોઝ તેમજ બાગીદાર નિતિન તથા સૌરાષ્ટ્રના હેડ અમિત અને અઝરૂદિન તેમજ મક્સુદનો સંપર્ક કર્યો હતો. ત્યારે તે લોકોએ ટુંક સમયમાં જ આ કરન્સી કોઈન રૂપે લોન્ચ થશે અને વળતર મળસે તેવી બાહેધરી પણ આપી હતી. રોકાણકારોએ પોતે રોકેલી રકમ વિડ્રોલ પણ થઈ શકતી ન હોય જેથી વળતરની લાલચે આ ટોળકીએ અંતે હાથ ઉંચા કરી દીધા હતાં. રાજકોટના આ 40 જેટલા રોકાણકારોએ તપાસ કરતા આ ટોળકીએ ગુજરાતમાં 8000 જેટલા રોકાણકારો સાથે આ પોન્ઝી સ્કીમ હેઠળ શીશામાં ઉતાર્યા હોય અને ગુજરાતમાં આશરે 300 કરોડની રકમ ઉસેડી લીધી હોવાનું જાણવામળ્યું હતું. હાલ આ ટોળકીના સભ્યો બીઝેડ કંપનીના સંચાલકની જેમ ભુગર્ભમાં ઉતરી ગયા છે. જેના વિરુદ્ધ સુરત પોલીસમાં ગુનો નોંધાયો છે. જ્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના રોકાણકારોએ આ મામલે પોલીસ કમિશનર સમક્ષ ગુનો નોંધવા માટે રજૂઆત કરી છે.
લીંબડીમાં સંમેલન બોલાવી લોકોને રોકાણ કરવાની સ્કીમ સમજાવી ફસાવ્યા
બ્લોકવોરા કંપનીના ફાઉન્ડર ફિરોજ દિલાવર મુલતાણીએ બે વર્ષ પૂર્વે લીંબડીમાં એક અધિવેશન બોલાવ્યુ હતું. તે અધિવેશનમાં તેણે જ્ઞાતિના ઉત્થાન માટે રૂા. 25 લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. આ દાન માટેની રકમ અંગે તેણે રોકાણકારોને આ સ્કિમમાં પોતે કરોડો રૂપિયા કમાયો હોવાની મોટી મોટી વાતો કરી હતી અને આ સ્કીમમાં રોકાણ કરવાથી થોડા સમયમાં જ લાખો કરોડો રૂપિયાનું વળતર મળશે તેવું કહ્યું હતું. જેથી રાજકોટના મોહસીનભાઈ અને તેના મિત્રોએ આ ફિરોઝ મુલતાણીને રાજકોટ મળવા માટેની વાત કરતા આ ટોળકી રાજકોટ આવી હતી અને પોન્ઝી સ્કીમની માહિતી આપી રાજકોટમાં 40 જેટલા રોકાણકારો પાસેથી આશરે દોઢ કરોડ જેટલી રકમ ઉઘરાવી હતી.