For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં રૂ.8.20 લાખની ચોરીમાં રાજકોટના સોની વેપારીની ધરપકડ

12:32 PM Oct 07, 2025 IST | Bhumika
જેતપુરમાં રૂ 8 20 લાખની ચોરીમાં રાજકોટના સોની વેપારીની ધરપકડ

પ્રેમીના કહેવાથી પોતાના ઘરમાં હાથફેરો કરનાર યુવતી અને તેના સગીર ભાઈ અને પ્રેમીની પૂછપરછમાં સોની વેપારીનું નામ ખુલ્યું

Advertisement

જેતપુરમાં એક યુવતીએ તેના ભાઈ સાથે મળી તેના પ્રેમીના કહેવાથી પોતાના ઘરમાંથી રૂૂ.8.20 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યાની ઘટના સામે આવતા આ મામલે યુવતીના પિતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ કરી બનાવનો ભેદ ઉકેલી આરોપી પ્રેમીની ધરપકડ કરી તપાસ કરતા ચોરીનો દાગીના જેતપુર,રાજકોટ અને મુંબઈ માં વેચી નાખ્યાની કબુલાત આપતા રાજકોટ ના સોની વેપારી સહીત ત્રણની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરમાં ચોરીના બનાવ બન્યો હતો. દંપતીએ તેમના સંતાનોની પૂછપરછ કરી ત્યારે તેમના પુત્ર અને પુત્રી ભાંગી પડયા હતા અને તેમણે કબૂલાત કરી હતી કે તેઓએ છેલ્લા બે મહિના દરમિયાન કટકે-કટકે ઘરમાંથી આ દાગીનાની ચોરી કરી હતી અને તેમના મિત્ર કેતન ઉર્ફે અજય ધીરુભાઈ ભાવડીયાને આપ્યા હતા.

Advertisement

પિતાએ શનિવારના રોજ રાત્રે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કાયદાના સઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા ઋત્વી નામની યુવતીની ધરપકડ કરી જેતપુર અમરનગર રોડ ઉપર આવેલ ક્રિષ્ના ડીલક્સ પાન નામની દુકાનેથી ચોરીના સોના-ચાંદીના દાગીના મુદામાલ કિ.રૂૂ.3,17,000 નો મુદ્દમાલ કબજે કર્યો હતો.

તેમજ ચોરી થયેલ મુદામાલ બાબતે આરોપી કેતન ઉર્ફે અજય ધીરૂૂભાઇ ભાવડીયાની પુછપરછ કરતા ચોરી કરેલ મુદામાલ જેતપુર, રાજકોટ તથા મુંબઈ ખાતે પોતાના મીત્ર અભય વિનુભાઇ ગોહેલ સાથે જઇ સોનીને વેંચાણ કરેલ હોવાની હકિકત જાહેર કરેલ હતી.અભયની પણ ધરપકડ કરી હતી. કેતન ઉર્ફે અજય ધીરૂૂભાઇ ભાવડીયા તથા અભય વિનુભાઇ ગોહેલની ત્રણ દિવસના રિમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી છે.

જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી જેતપુર સીટી પો.સ્ટે.ના પી.આઈ એ.ડી. પરમાર તથા એ.એસ.આઇ. ભાવેશભાઈ ચાવડા તથા મિલનસિંહ ડોડીયા તથા રક્ષાબેન સોલંકી તથા પો. હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા તથા પો.કોન્સ. અમિતભાઇ સિધ્ધપરા તથા શક્તિસિંહ ઝાલા તથા લાખુભા રાઠોડ તથા ભગીરથસિંહ જાડેજા તથા પ્રદિપભાઇ આગરીયાએ કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement