રાજકોટના સોની વેપારીએ વેંચવા આપેલા 37.51 લાખના દાગીના ગઠિયો ઓળવી ગયો
રાજકોટના ગુંદાવાડી શેરી.25માં સાગર એપાર્ટમેન્ટની સામે રહેતા અને સોનાના દાગીના વેંચવાનો ધંધો કરતા તેજસભાઈ દિનેશભાઈ આડેસરા (સોની) (ઉ.વ. 46)એ તેમના પરિચિત બાલમુકુંદ જવેલર્સ વાળા બીપીનભાઈ આડેસરાએ 37.51 લાખના સોનાના દાગીના ઓળવી જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
તેજસભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,સોની બજાર ગીરીરાજ ચેમ્બર્સમાં ઓફીસ નંબર-112માં શ્રી નાથજી ગોલ્ડ આર્ટ નામની દુકાન છેલ્લા ત્રીસેક વર્ષથી ચલાવુ છુ અને સોનીકામ કરુ છુ.મારા પાડોશમા રહેતા બીપીનભાઈ આડેસરા બાલમુકુંદ જવેલર્સ નામે સોનાની દુકાન ચલાવી સોનાના દાગીના લે-વેચ કરવાનો ધંધો કરતા હોય જેથી મારે આ બિપીનભાઈ સાથે છેલ્લા બે વર્ષથી વ્યાપારીક સબંધો હતા.આ બિપીનભાઈ મારી પાસેથી સોનાના દાગીના લઈ જતા હતા તથા બજારમા દાગીના વેચી પોતાનુ કમીશન કાઢી મે આપેલા દાગીનાના બદલામા ફાઈન સોનુ આપતા હતા તથા આ બિપીનભાઈ મારી પાસેથી જે સોનાના દાગીના લઈ જતા હતા તેના બદલામા મને એક કાચી ચીઠુઠ્ઠી લખી આપતા હતા.
ગઇ તા.11/05/2024 ના રોજ 23.450 ગ્રામ 18 કેરેટ ગોલ્ડ મંગળસુત્ર જેમનુ ફાઇન ગોલ્ડ 19 ગ્રામ જેટલુ થા ય છે તે તથા તા.04/06/2024 ના રોજ 104.320 ગ્રામ 14.5 કેરેટનુ ગોલ્ડ જેનુ ફાઇન ગોલ્ડ 66.765 જેટલુ થાય તે દાગીના તેઓએ મેળવી તેનુ મને આપવાનુ થતુ ફાઈન સોનુ તે જ દિવસે આ બીપીનભાઈએ એક ડાયરીમાં તેમના હાથે લખી મને આપેલ તથા ત્યારબાદ તા. 21/06/2024 ના રોજ 111.950 ગ્રામ ગોલ્ડ 14.5 કેરેટ રવા બુટી જેનું ફાઇન ગોલ્ડ 73.330 ગ્રામ તથા 89.950 ગ્રામ ગોલ્ડ 18 કેરેટ લેડીઝ વીંટી જેમનુ ફાઇન ગોલ્ડ 71.0660 ગ્રામ જેટલુ થાય તથા 54.970 ગ્રામ ગોલ્ડ 18 કેરેટ બુટી ટોપ્સ જેમનુ ફાઇન ગોલ્ડ 42.330 ગ્રામ જેટલુ થાય ત્યારબા દે તા.06/07/2024 ના રોજ 198.960 ગ્રામ ગોલ્ડ જેમાં રીટર્ન 151 ગ્રામ ગોલ્ડ 14.5 કેરેટ નો કરેલ હતો જેમા બાકી રહેલ 47.960 ગ્રામ ગોલ્ડ 14.5 કેરેટ ફાઇન ગોલ્ડ 30.450 ગ્રામ જેટલુ થાય ત્યારબાદ તા-11/07/2024 ના રોજ 128.910 ગ્રામ ગોલ્ડ 14.5 કેરેટ પઠાણી કાટી જેનુ ફાઇન 84.436 ગ્રામ ફાઇન ગોલ્ડ લેવાનુ બાકી રહેલ આમ કુલ 387.371 ગ્રામ ફાઇન ગોલ્ડ મારે આ બીપીનભાઈ પાસેથી લેવાનુ નીકળે છે તે તેમના સ્વહસ્તાક્ષરે ડાયરીમાં લખી આપેલુ હતું.
આમ બીપીનભાઇ પાસેથી કુલ 387.371 ગ્રામ ફાઇન ગોલ્ડ જેની કીંમત આશરે 37,51,5 00/-જેટલી થાય જે ફાઇન ગોલ્ડ લેવાનુ બાકી નીકળતુ હોય જેની અવાર-નવાર આ બિપીનભાઈ પાસે માંગણી કરતા બિપીનભાઈ જણાવતા હોય કે મે તમારો માલ વાઘેશ્વરી જ્વેલર્સ વાળાને આપેલ તેવુ કહેલ પરંતુ હકીકતે વાઘેશ્વરી જ્વેલર્સ વાળા મયુરભાઇ બટુકભાઇ કાતરોડીયા ગઈ તા.18/5/2024 ના રોજ થી રાજકોટ મુકી જતો રહેલ છે આ મયુર મને જયારે સોનુ આપશે ત્યારે હુ તમને સોનુ આપીશ. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ રાણા અને સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.