ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટની ફાઈનાન્સ પેઢીની બ્રાન્ચના કર્મીની 47.73 લાખની ઉચાપત

04:28 PM Jul 29, 2025 IST | Bhumika
Advertisement

શહેરની એક ફાયનાન્સ પેઢીમાં એજન્ટ તરીકે કામ કરતા શખ્સે લોકોના વાહનોની લોન પાસ કરાવી લોનની રકમ પોતાના ખાતામાં જમા કરાવી રૂૂા. 47,33,319 ઓળવી જતાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરની સી. જી. ગીધવાણી શાળા સામે અંબિકા આર્કેડમાં ઓફિસ નંબર 107માં એસ. કે. ફાયનાન્સ પેઢી આવેલી છે જેની મુખ્ય બ્રાન્ચ રાજકોટ ખાતે છે. શહેરની આ પેઢીમાં વલરામ સોસાયટી મેઘપર રેલવે ટ્રેક પાસે રહેનાર વિશાલ જેસા ધોળકિયાને એજન્ટ તરીકે કામ આપવામાં આવ્યું હતું. ગ્રાહકો શોધી જરૂૂરી લોન અંગે માહિતી આપી, દસ્તાવેજોની આપ-લે કરવી, આર.ટી.ઓ.માં આર.સી. બૂકમાં ફાયનાન્સ પેઢીન ચડાવવાનું કામ આ શખ્સને સોંપવામાં આવ્યું હતું.

Advertisement

દરમ્યાન, અમુક ગ્રાહકોએ આ વિશાલ ધોળકિયા વિરુદ્ધ બ્રાન્ચ ઓફિસમાં આવીને ફરિયાદો કરી હતી જેની તપાસ કરાતાં આ શખ્સે 11 લોકોની વાહનો અંગેની લોન પાસ કરાવી તે રકમ ગ્રાહકોને ન આપી પોતાના અંગત બેંક ખાતામાં જમા કરાવી નાખી હતી. તેણે ભચાઉના નાનજી હસા કોળીની રૂૂા. 4,55,548, સામખિયાળીના અસલમ અલીશા સામદારની રૂૂા. 6,32,521, બુઢારમોરાના દરિયાખાન ઇબ્રાહીમખાન સંધીની રૂૂા. 4,96,967, શાનગઢના મહેશ હીરા પરમારની રૂૂા. 4,46,027, ભીમાસર ભુટકિયાના નરશી સોમા ડુગરાણી (કોળી)ની રૂૂા. 4,18,414, નવા કટારિયાના રાયશી રણછોડ કોળીની રૂૂા. 4,78,080, નવાગામ અંજારના ધર્મેન્દ્ર રવજી સથવારાની રૂૂા. 4,42,322, અંજારના મારબશા સુલેમાનશા શેખની રૂૂા. 5,15,186, ગોકુળગામના અરજણ આંબા રબારીની રૂૂા. 5,16,286, બાદલપરના પ્રભુ મહાદેવા કોળીની રૂૂા. 2,32,381 તથા આદિપુરના નીતિન રામજી ચારણના નામે રૂૂા. 4,54,587 એમ કુલ રૂૂા. 47,33,319ની લોન પાસ કરાવી પોતે ચાંઉ કરી ગયો હતો. વિશ્વાસઘાત, છેતરપિંડીના આ બનાવમાં રાજકોટના જીજ્ઞેશ અરૂૂણ પારેખે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement