રાજકોટના વેપારી સાથે 64 કરોડની છેતરપિંડી, 8 શખ્સો સકંજામાં
હળદરની ખેતીમાં 164 કરોડ કમાવાની લાલચ આપી વેપારીને શીશામાં ઉતાર્યા
ઠગ ટોળકીને પકડવા રાજકોટ ક્રાઇમ બ્રાંચની ત્રણ ટીમના 14 જવાનોનું મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં સફળ ઓપરેશન
રાજકોટમાં આવેલ ધર્મભક્તિ નામની પેઢીના વેપારીને મહારાષ્ટ્રના 19 શખ્સોએ હળદરની ખેતીમાં ત્રણ વર્ષમાં 164 કરોડના વળતરની લાલચ આપી રૂૂપિયા લઈ 24 એકર જમીનના કોન્ટ્રાક્ટ ફાર્મીંગ એગ્રીમેન્ટ કરી હળદરની ખેતી માટે પોલી હાઉસ ઉભુ નહીં કરી રૂૂપિયા 64.80 કરોડની છેતરપીંડી આચરનાર યુપી, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશની ટોળકીના 19 ગઠિયાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ આ ટોળકીના સભ્યોને પકડવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાંચની 4 ટીમના 14 જેટલા જવાનોએ મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં સફળ ઓપરેશન પાર પાડી ટોળકીના 8 સભ્યોને ઝડપી લીધા છે.
આ બનાવ અંગે રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર બીગબજાર પાછળ રહેતા અને મવડી મેઈન રોડ ઉપર ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી. નામે ખેતી પ્રોડક્ટ લે-વેચ કંપની ધરાવતા પ્રશાંતભાઈ પ્રદિપભાઈ કાનાબારએ ક્રાઈમ બ્રાંચમાં મુંબઈ મહારાષ્ટ્રની એ.એસ. એગ્રી એન્ડ એક્વા કંપનીના ડિરેક્ટર સંદેશ ગણપત ખામકર, પ્રશાંત ગોવિંદરાવ જાડે, હિરેન દિલીપભાઈ પટેલ, રોહિત રમેશભાઈ લોન્કર, કમલેશ મહાદેવરાય ઓજે, સંદીપ સિતામણ સામંત, પ્રવિણ વામન પથારે, હર્ષલ મહાદેવરાય ઓજે, વૈભવ વિલાસ કોટલાપુરે, સુરીદર અવતાર સીંગ ધિમન, નિરંજન ક્રિષ્નાનંદ કડલે, જયંતા રામચંદ્ર બાંદેકર, પ્રતિક વિનોદ શર્મા, સાઈનાથ સંભાજી રાવ હાડોલે, સેન્થીલ કુમાર સેલ્વારાજ નાદર, અવિનાશ બબલ સાંગલે, શ્રીનિવાસ તુલસીદાસ ભુસેવર અને નવનીતસિંગ બિરંદરપાલસિંગ તુલી સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ભાઈ ધવલ અને ઈન્દ્રવદનભાઈ બાબુલાલ રાઠોડ ભાગીદાર છે. 2021માં હિમતનગર કામ સબબ ગયેલ ત્યાં ચંદ્રકાંતભાઈ પટેલ સાથે મુલાકાત થયેલ તેણે મુંબઈની S AGRI અગઉ AQUA LLP કંપની જે હળદરની ખેતીનો પ્રોજેક્ટ આપે છે જેમાં આપણે ફક્ત વીજળી અને પાણી પૂરું પાડવાનું ફાર્મિંગના માણસો, ઉત્પાદન અને વેચવાનું કામ કંપની છે એલ વર્ષ બાદ રોકાણ બાદ છ વર્ષ સુધી પૈસા પરત આપે છે જે પ્રોજેક્ટ સારો લાગતા ભાગીદારો સાથે વાત કરી હું અને સીએ હાર્દિકભાઈ અમદાવાદ ગયેલા ત્યાં અવિનાશ મળેલ અને માહિતી આપતા જણાવેલ કે ખેતીના પોલી હાઉસ બનાવવા એક એકર દીઠ 2 કરોડનો ખર્ચ થાય જેમાં 1.20 કરોડનું અમારે અને 80 લાખનું કંપની રોકાણ કરશે રોકાણના 16 મહિના પછી એકર દીઠ 1.20 કરોડનું છ વર્ષ વળતર મળશે તેમ કહેતા અમે 2023, 2024 અને 2025 એમ ત્રણ વર્ષનો 1.94 અબજનો કરાર કર્યો હતો અને જુલાઈ તથા સપ્ટેમ્બર 2021માં 53 ટ્રાન્જેક્શન કરી 64 કરોડ 80 લાખ ચૂકવ્યા હતા જાન્યુઆરી 2023માં અમે નફો માંગતા ખોટા વાયદાઓ આપ્યા હતા. બાદમાં 10 ટકા બાદ કરી 58.32 કરોડ થોડા દિવસોમાં આપી દેશે તેવી સહમતી દર્શાવી હતી પરંતુ એકપણ રૂૂપિયો નહી આપી ઠગાઈ કરતા અંતે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાંચની 4 ટીમના 14 જેટલા પોલીસ જવાનો આ ટોળકીને સભ્યોને પકડવા મહારાષ્ટ્રમાં ઓપરેશન પાર પાડી 8 શખ્સોની ધરપડક કરી અન્ય ની શોધખોળ શરૂૂ કરી છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં નોંધાયેલા ગુનામાં ત્રણ આરોપી હાલ જેલમાં
આ ઠગ ટોળકી સામે વડોદરા, અમરેલી અને મહારાષ્ટ્રના થાણે તથા પુણેમાં પણ આ પ્રકારના ગુનાનોંધાઈ ચુક્યા છે. જેમાં સંદેશ ખામકર, પ્રશાંત ઝાડે અને સંદીપ સામંત પકડાઈ ચુક્યા છે અને હાલ જેલમાં છે.ગુજરાતના દ્વારકાના ધારાગઢના રાજેશ મોદીની 26.85 એકર, રૂૂદરડીના અબ્બાસ તથા જૈનબની 21,0190 એકર, હિંમતનગરના હાપાના મુસ્તુફા અને મહમદની 18.9691 એકર, કાટવડના રીયાઝ અને નઝમાબેનની 9.2478 એકર, હબીબાબેનની 18.3227 એકર મળી કુલ 108 એકર જમીનનો છ વર્ષનો ભાડાકરાર કરી એક વર્ષના એડવાન્સ પેટે 3,24,36,395 પેમેન્ટ ચુકવ્યું હતું.