રાજકોટના વેપારી સાથે રૂા.6.40 લાખની ઓનલાઇન છેતરપિંડી
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં એગ્રો ઇન્ડસ્ટ્રી ચલાવતા રાજકોટના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકીનો શિકાર બન્યા છે. વોટ્સએપ ના માધ્યમથી કોઈ અજ્ઞાત શખ્સ એ તેના મોબાઇલ ફોનમાં આરટીઓની રીસીપ્ટ મોકલ્યા પછી તેને ખોલવા જતાં મોબાઇલ હેઇક કરી લીધો હતો, અને સૌંપ્રથમ બેન્ક ખાતામાંથી બે લાખની રોકડ રકમ ઉપાડી લીધી હતી.ઉપરાંત તેની સાથે લીંક કરેલા વેપારીના પિતાના બેંક ખાતા માંથી પણ 4,39,999 ની રકમ ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી, અને ચોટીલા ના ત્રણ વ્યક્તિ ના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. જે મામલે અજાણ્યા શખ્સ ઉપરાંત ચોટીલાના ત્રણ શખ્સો સામે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં સિલ્વર એવન્યુ સોસાયટીમાં રહેતા અને કાલાવડ નજીક ધનવેલ હાઇબ્રીડ સિડઝ લિમિટેડ નામની એગ્રોની ફેક્ટરી ચલાવતા વેપારી વિમલભાઈ મનસુખભાઈ વેકરીયા એ જામનગરના સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે. કે આ ફરિયાદના બનાવવાની વિગત એવી છે કે રાજકોટના વતની વિમલભાઈ મનસુખભાઈ નામના વેપારી, કે જેઓ તારીખ 29.6.2025 ના બપોરે 2 .00 વાગ્યાના અરસામાં પોતાની ફેક્ટરીએ હાજર હતા, જે દરમિયાન 98815 18748 નંબરના મોબાઇલ ધારક કે જેણે પોતાના વોટ્સએપ નંબર પર એક મેસેજ મોકલી તેમાં સૌપ્રથમ આરટીઓની 500 રૂૂપિયાની રીસીપ્ટ ને મોકલી હતી, જે રીસીપ્ટ ને ખોલવા જતાં તેનો મોબાઈલ ફોન હેઇક થઈ ગયો હતો. જે દરમિયાન બેન્ક ખાતામાંથી અને તેના પિતાના બેંક ખાતામાંથી કુલ છ લાખ ચાલીસ હજારની રોકડ રકમ ઉઠાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવાઇ. છે.
રાજકોટના વતની વિમલભાઈ મનસુખભાઈ નામના વેપારી, કે જેઓ તારીખ 29.6.2025 ના બપોરે 2 .00 વાગ્યાના અરસામાં પોતાની ફેક્ટરીએ હાજર હતા જે દરમિયાન તેઓને મોબાઇલ ફોનમાં મેસેજ આવ્યો હતો રૂૂપિયા ના દંડની રિસીવ હતી જે ખોલવા જતા.
વેપારી વિમલભાઈ નો મોબાઇલ ફોન હેક થઈ ગયો હોવાથી તેમણે મોબાઈલ ફોન ચાલુ કરવા ના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે મોબાઇલ ફોન હેક થઈ ગયા બાદ તેમાં જુદા જુદા મેસેજ આવ્યે રાખતા હતા. જે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના મોબાઇલ ફોન માંથી રૂૂપિયા બે લાખની રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી અને ચોટીલા પંથક ના ત્રણ જુદા જુદા ખાતેદારો મનસુરભાઈ સુભાનભાઈ આગરીયા, સમીર ઉર્ફે ચુચું મનસુરભાઈ સીદાત, અને સીરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા વગેરેના બેંક ખાતામાં રૂૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ તેઓને કમીશન આપીને તે રકમ પરત મેળવી લીધી હતી. ફરિયાદી વેપારી યુવાનની સાથે જ તેના પિતા મનસુખભાઈ નો મોબાઇલ લિંક કરેલો છે જેથી બાકીની 4,39,999ની રકમ કટકે કટકે ઉઠાવી લઈ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ઓનલાઇન ઠગાઈ કરી હતી. જે સમગ્ર મામલાની જાણકારી મળી જતા વેપારી યુવાન મનસુખભાઈ વેકરીયા એ જામનગર સાબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને તમામ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઈ.એ. ધાસુરા અને તેઓની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.