For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની અભિનેત્રીને ફિલ્મ ડાયરેક્ટરની ઓળખ આપી રૂા.20 લાખ પડાવી લીધા

12:31 PM Apr 23, 2025 IST | Bhumika
રાજકોટની અભિનેત્રીને ફિલ્મ ડાયરેક્ટરની ઓળખ આપી રૂા 20 લાખ પડાવી લીધા

લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શોષણ કર્યુ: અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી

Advertisement

મુંબઈની પાર્ટીમાં ફિલ્મ ડાયરેક્ટર તરીકે ઓળખ આપનાર અમદાવાદના વાસણામાં રહેતા યુવકે રાજકોટની ગુજરાતી અભિનેત્રીનું બે વર્ષ શોષણ કરવા સાથે 20 લાખ પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ છે.

વધુ વિગતો મુજબ,રાજકોટમાં રહેતી 30 વર્ષની યુવતીએ અમદાવાદમાં વાસણા બસ સ્ટેશન પાસે ગીતા એપાર્ટમેન્ટમાં રહેતા કૃણાલ મયંકભાઈ મચ્છર ઉર્ફે દુષ્યંતભાઈ ઝવેરી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર,2010માં તેના છૂટાછેડા થયા હતા અને ગુજરાતી સિરિયલમાં કામ કરે છે.ઓગષ્ટ-2022માં મુંબઈ ખાતે એક બોલીવુડ પાર્ટીમાં કૃણાલે પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે આપી હતી. આ પછી બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. કૃણાલ પત્ની સાથે છૂટાછેડા લેવાની વાતો કરી યુવતીને આર્થિક મદદ કરવાની વાત કરતો હતો. ફેબ્રુઆરી-2023માં યુવતી વાસણાના એક ફ્લેટમાં રહેવા આવી હતી અને બન્ને સાથે રહેતા હતા અને સંબંધો બંધાયા હતા. પત્નીને છૂટાછેડા આપવા પાંચ લાખ રૂૂપિયાની જરૂૂર હોવાની વાત કૃણાલે કરતાં યુવતીએ પોતાના મિત્ર પાસેથી પૈસા લઈને આપ્યા હતા. પત્નીને પોતે કાઢશે તેવી વાત કરી યુવતીને પરત રાજકોટ મોકલી હતી. આ પછી કૃણાલે સંપર્ક ઓછો કરી દીધો હતો.

Advertisement

બાદમાં કૃણાલે અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માગવાનું શરૂૂ કર્યું હતું. કૃણાલે કુલ 20 લાખ રૂૂપિયાથી વધુ રકમ મેળવી લીધી હતી. એપ્રિલ-2024થી યુવતીએ કૃણાલને પૈસા આપવાનું બંધ કરી પોલીસમાં અરજી કરી હતી. પત્ની સાથે છૂટાછેડા લઈ લગ્નની લાલચ આપી 20 લાખ રૂૂપિયા પડાવી લેવા અંગે વાસણા પોલીસે કૃણાલ મચ્છર સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement