34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈ
બે આરોપીની શોધખોળ : રાધનપુર, નખત્રાણા, ભાભર, દિયોદર અને ડીસામાં ચોરી કર્યાની કબૂલાત
રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકની હદમાં આવતા ચિત્રોડ અને જેઠાસરી ગામે ગત સપ્તાહે એક જ રાત્રિમાં 11 દેવસ્થાનોમાં ઘરેણાં સહિત ધર્મદાની રકમ મળીને કુલ રૂૂ 97 હજારની ચોરી થતા વાગડ વિસ્તારમાં ચકચાર પ્રસરી ગઈ હતી. એક તરફ આ ઘટનાથી સ્થાનિક ભાવિકોમાં રોષ ફેલાયો હતો તો બીજી તરફ પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી, ત્યાંજ બનાવના ત્રીજા દિવસે ફરી નજીકના કાનમેર ગામે 8 દેવમંદિરોમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્રણ દિવસના ટૂંકા ગાળામાં એક સામટા 19 દેવાલયોના તાળાં તૂટતા પોલીસ તંત્રએ ધાર્મિક અસ્થા સાથે જોડાયેલી તસ્કરીના ગુનાની ગંભીરતાથી તપાસ હાથ હતી. આખરે આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. આ અંગે પોલીસવડા સાગર બાગમરે વિગતો જાહેર કરતા કહ્યું હતું કે ગત તા.6ના ગાગોદર થાણા હેઠળના ચિત્રોડમાં અને ત્યારબાદ કાનમેર ગામે સામુહિક તસ્કરીની ઘટના બની હતી.
ધાર્મિક અસ્થા સાથે જોડાયેલા ચોરીના બનાવને ગંભીરતાથી લઈ, જાત મુલાકાત પણ લેવામાં આવી હતી અને ગુનાના ભેદ ઉકેલ માટે ગાગોદર, આડેસર પોલીસ સાથે એલસીબી સહિતના વિભાગની અલગ અલગ ટિમો બનાવી હતી. તપાસનીશ પોલીસ અધિકારીઓએ ચોરી બનાવો અને વિવિધ એંગલ અંતર્ગત તપાસ હાથ ધરી હતી. તેમાં પશ્વિમ કચ્છના નખત્રાણા તાલુકાના ગામે અને ઉત્તર ગુજરાતના રાધનપુર, દિયોદર અને થરા ગામે થયેલી મંદિર ચોરીના કેસમાં સામ્યતા જણાઈ આવતી હોય આ દિશામાં તપાસ હાથ ધરી હતી.
ચોરીમાં સામેલ આરોપીઓનું પગેરું દબાવી પોલીસ છેક રાજસ્થાન પહોંચી હતી. ભચાઉ ડીવાયએસપી સાગર સાબડા સાથે આડેસર પીએસઆઇ સેંગલ, આડેસર પીઆઇ જયવીરસિંહ વાળા, એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમા સહિતના અધકારીઓ અને પોલીસના કર્મચારીઓની ટીમ રાજસ્થાન પોલીસના સહયોગથી સિરોહીના જંગલ વિસ્તરમાં છુપાયેલા આરોપીઓ સુધી પહોંચી હતી અને કુલ છ આરોપીને ઝડપી લઈ આ બનાવમાં ઝડપી સફળતા મેળવી હતી. બનાવમાં હજી બે આરોપીની અટક બાકી છે. ચોરીમાં ગયેલો મોટાભાગનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે જેમાં કુલ રૂૂ 3 લાખ 64 હજાર 734નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.
18 સહિત કુલ 30 મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ ટીમને સફળતા મળી છે. રાજસ્થાનના રહેવાસી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, તેમાં(1) કમલેશ અનારામ ગરાસીયા,2હે.માલવા ચોરા,તા.દેવલા,થાના-બેકરીયા જી.ઉદેપુર (2) રમેશ બાબુરામ ગરાસીયા, 2હે.માલવાચોરા, તા.દેવલા, થાના-બેકરીયા જી.ઉદેપુર હાલ રહે.ગામ નાંદીયા, થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી , (3) જીતેન્દ્ર સુનારામ ગરાસીયા 2હે. સીમલા થલા,થાના-બેકરીયા,તા.કોટડા જી.ઉદેપુર (4) સુરેશ સ/ઓ શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા, 2હે.માલેરા,થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી (5) જયરામ ઉર્ફે જેનીયા સ/ઓ નોનારામ ગરાસીયા,રહે. માલેરા થાના-પીંડવાળા તા.પીંડવાળા જી.શિરોહી (6) સુરેશકુમાર શાંતીલાલ સોની,2હે. શુભગ્રીન ફ્લેટ,વસ્ત્રાલ અમદાવાદ મુળ રહે. ગામ ગોયલી તા.જી.શિરોહી જ્યારે (1) મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા, રહે.ડાલીબોર, તા.બાલી,જી.પાલી (2)2મેશ વાલારામ ગરાસીયા રહે. હેમલા થલા માલવા કા ચોરા થાના-બેકરીયા,તા.કોટડા જી.ઉદેપુરને પકડવાના બાકી છે.