રૈયાધારે રિક્ષા સાઇડમાં લેવાનું કહેતા ભાઇ-બહેન સહિત ત્રણ પર હુમલો
શહેરનાં રૈયાધારે મચ્છુનગર ટાઉનશીપ પાસે રીક્ષા રસ્તામાથી સાઇડમા લેવાનુ કહેતા ભાઇ - બહેન સહીત 3 વ્યકિતને માર મારવામા આવતા પોલીસમા ફરીયાદ નોંધાઇ છે.
વધુ વિગતો મુજબ રૈયાધારે મચ્છુનગર ટાઉનશીપની સામે મફતીયાપરામા રહેતા વિશાલ મનસુખભાઇ મકવાણા (ઉ.વ. 18) એ અજયભાઇ હમીરભાઇ રાફુચા, જીવણભાઇ ગાંડાભાઇ, વિશાલ હમીરભાઇ રાફુચા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદ મામલે યુનીવર્સીટી પોલીસનાં હેડ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ તપાસ ચલાવી રહયા છે . વિશાલે ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે પોતાનાં ઘર પાસે હતો ત્યારે આરોપી અજયે પોતાની રીક્ષા રસ્તા પાસે શેરીમા ઉભી રાખી દીધી હતી જેથી તેમને રીક્ષા સાઇડમા લેવાનુ કહેતા અજય ઉશ્કેરાય ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ તેમનાં ઘર પાસે જતા અજય સહીત તેમનાં પરીવારજનોએ વિશાલનાં ભાઇ અતુલને અને બહેન સુમનને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ તેનાં હાથમા રહેલુ કડુ ફરીયાદી વિશાલભાઇનાં કપાળનાં ભાગે ડાબી બાજુએ મારી દીધુ હતુ. અને અજયે પોતાનાં પાસે રહેલો પાઇપ વિશાલને મારી દેતા ઇજા થઇ હતી જેથી તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો.