રૈયાધારની પરિણીતાને લગ્નના એક વર્ષમાં સસરા સહિત ત્રણ વ્યક્તિનો અસહ્ય ત્રાસ
દ્વારકાના ખંભાળીયામાં ખોડીયાર ચોકમાં રહેતા મનિષાબેન અનીલભાઇ ખરા(ઉ.વ.23)એ ફરિયાદમાં સસરા પ્રવીણભાઈ ખોડાભાઈ,કાકાજી સસરા લક્ષમણભાઈ ખોડાભાઈ અને કાકીજી સુમનબેન સહિતનાઓ ત્રાસ અને ઘરમૂકીને ચાલ્યા જવાનું કહેતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મનીશાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પિતાના ઘરે ખંભાળીયા ખાતે રહુ છુ.મારા લગ્ન આજથી એકાદ વર્ષ પહેલા અનીલભાઇ પ્રવિણભાઇ ખરા સાથે થયેલા હતા અને લગ્ન થયા બાદ હુ મારા પતિ સાથે રૈયાધાર ઇન્દિરાનગર શેરી નં.12 માં રહેતી હતી.
ગઇ તા.16/03/2025 ના રોજ મારા સસરા પ્રવિણભાઇ ખોડાભાઇ ખરા(રહે- રૈયાધાર, રામાપીર ચો કડી પાસે, રાજકોટ),કાકાજી સસરા લક્ષ્મણભાઇ ખોડાભાઇ ખરા,કાકીજી સાસુ સુમનબેન લક્ષ્મણ ભાઇ ખરા(રહે.બંન્ને મોટા લખીયા ગામ તા.લાલપુર જી.જામનગર વાળા) અમારા ઘરે હોળી ધુળેટીનો તહેવાર કરવા આવેલ હતા અને રાત્રીના દસેક વાગ્યાના અરસામા મારા સસરા પ્રવિણભાઇ ખોડાભાઇ ખરા મને કહેવા લાગેલ કે તુ અમારા ઘરમા આવેલ ત્યારથી અમારા ઘરની ધનોત પનોત થઇ ગયેલ છે તુ સારી નથી અને તમે જે મકાનમા રહો છો તે મકાન પણ મારા પત્નિ પ્રેમીલાબેનના નામે છે જેથી મકાન છોડીને જતા રહો તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતા.
જેથી મારા પતિ રૂૂમમા સુતા હતા તે બહાર નિકળેલ અને ઝઘડો નહી કરવા સમજાવતા મારા સસરા પ્રવિણભાઇ ખરા સમજેલ નહી અને મારા પતિને પણ ગાળો આપેલ અને મારા પતિ સાથે ઝપાઝપી કરવા લાગેલ જેથી હુ છોડાવવા જતા મારા કાકાજી સસરા લક્ષ્મણભાઇ ખરા તથા કાકીજી સાસુ સુમનબેન લક્ષ્મણભાઇ ખરા એ મને ઢીકાપાટુનો માર મારી પછાડી દીધેલ હતી અને મારા કાકાજી સસરા લક્ષ્મણભાઇ ખરા એ મને પેટમા પળખામા પાટા મારેલ જેથી મને પેટમા દુખાવો થવા લાગતા આ સામાવાળાઓ અમારા ઘરેથી ઝઘડો કરી ને જતા રહેલ હતા બાદ મારા પતિ તથા મારા નણંદ અરૂૂણાબેન મને સારવાર માટે પ્રથમ ઓમ ક્લિનિક લાખના બંગ્લા ખાતે લઇ ગયેલ હતા બાદ મે મારા પિતાજી રાણાભાઇ ચોપડાને ફોન કરીને બનાવની જાણ કરેલ હતી જેથી મારા પિતા જી ક્લિનિકે આવતા મને તેની સાથે ખંભાળીયા ખાતે લઇ ગયેલ હતા અને મે ખંભાળીયા સરકારી હોસ્પીટલમા સારવાર લીધી હતી.આ ફરિયાદ મામલે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.