રૈયાગામે સ્ક્રેપના ધંધાર્થીના ભત્રીજાને ઝઘડાનો ખાર રાખી મિત્ર સહિત પાંચ શખ્સોએ માર માર્યો
રૈયાગામમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા ફરીદભાઈ ઓસમાનભાઈ નોયડાના ભત્રીજા અમનને અગાઉના ઝઘડાનો ખાર રાખી તેમના મિત્ર રિયાન અને કામિલ સહિત પાંચ શખ્સોએ મારમારતા તેમના વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરીદભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ ગુજરાત પસ્તી ભંડાર નામે દુકાન ચલાવુ છુ અને ત્યા ભંગાર લે વેચનુ કામ કરૂૂ છુ.ગઇ તા.21ના રોજ હુ મારા ભંગારના ડેલો નાણાવટી ચોક ધરમનગર મેઈન રોડ ખાતે હતો ત્યારે મારા ભત્રીજા અમન સલીમભાઈ નોયડાનો મને ફોન આવેલો અને મને જણાવેલ કે,હુ અત્યારે જે.કે.પાર્ક રૈયાગામ પાછળ મેદાનમા છુ મને અહી રીયાન તથા કામીલે ફોન કરીને મારે અગાઊ ઝગડો થયેલો હોય જે બાબતે સમાધાન કરવા માટે બોલાવેલો હતો અને ત્યા હુ જતા આ રીયાન અને કામીલ સહિતનાઓ એ મને માર મારેલો છે અને હુ ઘરે આવુ છુ.જેથી તેવી વાત કરતા હુ તેના ઘરે ગયેલો અને ત્યારે અમનને ઘરે જઈ બનાવ બાબતે પુછતા તેને મને જણાવેલ કે, મારે રીયાન તથા કામીલ સાથે અગાઉ ઝગડો થયેલો હોય,જેનુ સમાધાન કરવા સારુ મને રીયાને જે.કે.પાર્ક રૈયાગામ પાછળ આવેલા મેદાનમા બોલાવેલો હતો અને ત્યા હુ તથા મારા મીત્રો અરમાન અને રેહાન પહોચતા, રીયાન તથા કામીલે મને ગાળો આપવા લાગતા મે ગાળો બોલવાની ના પાડતા રીયાને તેની પાસે રહેલો ધોકાનો એક ઘા ખંભા પાસે મારેલો હતો અને બાદમા રીયાન તથા કામીલ બંનેએ મને શરીરે ઢીકા પાટુનો માર મારવા લાગેતા મને અરમાન તથા રેહાન છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ ઢીકા પાટુનો માર મારેલો હતો.
આમ થોડીવારમા પાછળથી બીજા અન્ય ત્રણેક માણસો રીક્ષા તથા મો.સા લઈને ત્યા આવી જતા તેઓ પણ મારી સાથે બોલાચાલી, ઝગડો કરવા લાગેલા હતા અને તેમાથી એક માણસ પાસે તલવાર હતી.બાદમા હુ રાડા રાડી કરવા લાગતા આ લોકો ત્યાથી જતા હતા ત્યારે કામીલ તથા રીયાને મને કહેલ કે જો આ ઝગડાની વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશુ, બાદમા હુ ઘરે આવી ગયેલો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.