કુબલિયાપરા, મોચી બજાર અને કોઠારિયા રોડ પર દુકાનમાં જુગારના દરોડા: છ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમા કુબલીયાપરા, મોચી બજાર અને કોઠારીયા રોડ પર દુકાનમા જુગાર ચાલતો હોવાની બાતમી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડા પાડી 6 શખ્સોને ઝડપી લઇ 1પ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
વધુ વિગતો મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમા પીએસઆઇ એમ. એસ. મહેશ્ર્વરી, પ્રકાશભાઇ ચાવડા, સંજયભાઇ અલગોતર અને રાકેશભાઇ બાલાસરા સહીતના સ્ટાફે કુબલીયાપરા શેરી નં પ મચ્છી ચોક પાસે જાહેરમા જુગાર રમી રહેલા સાગર વિજય સોનછત્રા, સંજય ગોવિંદ ટોળીયા અને ઇબ્રાહીમ કરીમ અજમેરીને પકડી લઇ તેની પાસેથી 11300 નો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો. જયારે બીજા દરોડામા મોચી બજાર કોર્ટ ચોક પાસે ઝનાના હોસ્પિટલના ગેટ પાસે જાહેરમા જુગાર રમતા પોપટપરામા રહેતા અને સિકયોરીટી ગાર્ડની નોકરી કરતા કરશન ભીમા રામ તેમજ શાકભાજીનો ધંધાથી અમીન ઝહુર શીશાંગીયાને પકડી 2050ની રોકડ કબજે કરી હતી. આ કામગીરી એ ડીવીઝન પોલીસના ધવલભાઇ જીલ્ડીયા અને હેડ કોન્સ. ધારાભાઇ વાનરીયા એ કરી હતી.
જયારે ત્રીજા દરોડામા આજીડેમ પોલીસ મથકના કોન્સ. દેવાભાઇ ધરજીયા અને પીએ ચીરોડીયા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે આજીડેમ પોલીસ સ્ટેશન સામે આવેલી શ્રીરાજ ટેઇલર્સ નામની દુકાનમા વરલી ફીચરના આકડા લખી જુગાર રમાડતો પરેશ મગનભાઇ હીંગુ (રહે. જે. કે. પાર્ક શેરી નં ર , કોઠારીયા મેઇન રોડ) ને ઝડપી લઇ તેમની પાસેથી 1850 ની રોકડ જપ્ત કરવામા આવી હતી તેમજ તેમની પાસે રહેલી એક ચીઠ્ઠી જપ્ત કરવામા આવી હતી.