For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા

11:37 AM Jun 14, 2025 IST | Bhumika
ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂૂના ઉત્પાદન માટે કુખ્યાત બનેલા બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તેમજ તેમની ટીમ દ્વારા દરોડા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં બરડા ડુંગરના ધામણીનેસ વિસ્તારમાંથી જુદા જુદા બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અનુક્રમે રૂૂ. 40 હજારની કિંમતનો 1600 લિટર દારૂૂ બનાવવાનો આથો તેમજ અન્ય એક સ્થળેથી પણ રૂૂપિયા 50 હજારની કિંમતનો 20,000 લિટર દારૂૂનો આથો મળી કુલ રૂૂ. 90,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Advertisement

આ દરોડા દરમિયાન આ જ વિસ્તારમાં રહેતા પોપટ રામા કોડીયાતર અને રાણપર ગામનો ભરત ઉર્ફે મેરુ પરબત મોરી નામના બે શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.
જે અંગે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement