રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચોટીલામાં ધમધમતી ખાણોમાં દરોડા : 5.43 કરોડના વાહનો કબજે

04:30 PM Jan 30, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

નાયબ કલેક્ટર, મામલતદાર સહિતનો કાફલો ત્રાટકતા નાસભાગ : ખનીજ ભરેલા 16 ટ્રક ઝડપાયા

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને થાન પંથકમા સતત ધમધમતી ખનીજ ખાણો પર આજે તંત્ર દ્વારા દરોડા પાડવામા આવ્યા હતા. આ દરોડામા પાંચ કરોડથી વધુના વાહનો કબજે કરવામા આવ્યા છે. નાયબ કલેકટર અને મામલતદારે દરોડા પાડતા ખાણોમા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા 16 જેટલા ટ્રક ઝડપી ડીટેઇનની કાર્યવાહી કરવામા આવી છે.

મળતી વિગત મુજબ નાયબ કલેકટર એચ. ટી. મકવાણા, મામલતદાર પી. બી. જોશી સહીતનો કાફલો આજે રાજકોટ હાઇવે પર ચોટીલાના વિવિધ સ્થળો અને જાનીવડલા બોર્ડ તરફ, થાનગઢ રોડ, સાંગાણી પુલ સહીતના ગ્રામ્ય વિસ્તારોમા બેફામ ગેરકાયદેસર રીતે ધમધમતી ખનીજની ખાણો પર દરોડા પાડવામા આવ્યા હતા. આ દરોડા દરમિયાન ખનીજમા કામ કરતા મજુરો અને સંચાલકોમા ફફડાટ ફેલાવવાની સાથે નાસભાગ મચી ગઇ હતી. તંત્ર દ્વારા ખાણના સ્થળોએથી 16 જેટલા ટ્રક જપ્ત કરવામા આવ્યા હતા.

વધુમા આ અંગે જાણવા મળતી વિગત મુજબ તંત્ર દ્વારા જપ્ત કરવામા આવેલા પ.43 કરોડના 16 વાહનોને ચોટીલા ખાતેની મામલતદાર કચેરીમા ડીટેઇન કરી લઇ આવવામા આવ્યા છે. તંત્રએ 4પ.ર0 લાખ, 30.ર3 લાખ, 8પ લાખ, 41 લાખ, ર0.14 લાખ, ર8.13 લાખ, પ0 લાખ, ર7.1પ લાખ, રપ - રપ લાખના ચાર ડમ્પર, ર3.07 લાખ, 40 લાખ, રપ.રપ લાખ અને રપ.ર0 લાખના વાહનો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા વાહનોમા કેટલાક ડ્રાઇવરો નાસી છુટતા આ તમામ ટ્રકને બીન વારસી જાહેર કરવામા આવ્યા છે. કેટલાક ટ્રકના ડ્રાઇવરો રસ્તા તેમજ રોડ વચ્ચે ટ્રકો ખાલી કરીને નાસી છુટયા હતા જેને પણ જપ્ત કરવામા આવ્યા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના મોટા ભાગના તાલુકાઓમા ગેરકાયદેસર ખનીજની ખાણો ધમધમી રહી છે. સમયાંતરે તંત્ર દ્વારા દરોડા પાડી અને કરોડોનો મુદામાલ જપ્ત કરવામા આવી રહયો છે. સુરેન્દ્રનગર જીલ્લામા ખનીજ ભરીને દોડતા વાહનોથી છાશવારે અકસ્માતની ગંભીર ઘટનાઓ બની રહી હોવાની અને રોડ - રસ્તાઓ પણ મગરની પીઠ સમાન બની જતા હોવાની લોકો દ્વારા અનેક વખત ફરીયાદ કરવામા આવી છે. ત્યારે તંત્રએ આ અંગે કાયમી ઉકેલ લાવવો જોઇએ તેવો સુર લોકોમા ઉઠી રહયો છે.

 

 

Tags :
Chotilachotila newsgujaratgujarat newsmines
Advertisement
Advertisement