ચાર સ્થળે દરોડા, 200 લીટર દેશી દારૂ સાથે છ શખ્સો ઝડપાયા
03:33 PM Dec 23, 2024 IST
|
Bhumika
Advertisement
એલસીબી ઝોન-2ની કામગીરી : અડધા લાખનો મુદ્દામાલ જપ્ત
Advertisement
રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ દારૂ અને માદક પદાર્થોની હેરાફેરી પર રોક લગાવવા મોડી રાત સુધી પોલીસનુ વાહન ચેકીંગ અને કોમ્બીંગ કરવામા આવી રહયુ છે. ત્યારે રાજકોટ શહેર ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવાની એલસીબી ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલાની રાહબરીમા ટીમ દ્વારા મોટામવા પાસેથી પ્રવિણ પ્રાણલાલ મહેતાને રીક્ષામા પ0 લીટર દારૂ ભરીને જતા ઝડપી લીધો હતો. ત્યારબાદ મોટામવા ક્રિષ્ના અમર સોસાયટી પાસેથી લખ્ખનસિંગ ઉર્ફે રીંકુ રામસિંગ કુશવા અને તેમના સાગ્રીત સાગર બચ્ચુ મકવાણાને 120 લીટર દેશી દારૂ સાથે, નવા રીંગ રોડ પરસાણા ચોક પાસેથી સુરેશ મંગા જેપાલને 18 લીટર દેશી દારૂ સાથે અને ધરમનગર આવાસ યોજના પાછળ રૈયા ધાર મફતીયાપરા પાસેથી રવિ ભુપત પરમારને 10 લીટર દેશી દારૂ સાથે ઝડપી લેવામા આવ્યો હતો.